મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: બિહારમાં પટણાના ગાંધી મેદાનમાં ભવ્ય શપથવિધિ, ભાજપના 15 અને JDUના 13 નવા ચહેરાઓને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

VIDEO: બિહારમાં સમ્રા

VIDEO: બિહારમાં સમ્રાટ ચૌધરી મુખ્યપ્રધાને બન્યાના 22 દિવસ બાદ ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. પટનાના ગાંધી મેદાનમાં શપથવિધિ સાથે જ સમ્રાટ ચૌધરીએ મંત્રીમંડળના વિસ્તરણ દ્વારા બિહારના જ્ઞાતિગત અને સામાજિક સમીકરણોને સાધવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે

બિહારમાં સમ્રાટ ચૌધરીએ સીએમ પદ સંભાળતા જ પ્રધાન મંડળના વિસ્તરણ કર્યુ છે..અને આ બહાને  ભાજપ અને જેડીયુએ મંત્રીમંડળના બહાને 2029ની ચૂંટણીનું જ્ઞાતિ ગણિત અત્યારથી જ ગોઠવી દીધું હોવાની ચર્ચા છે.. કારણ કે,  ભાજપના 15 અને જેડીયુના 13 નવા ચહેરાઓ સ્થાન મેળવ્યુ છે. આ સાથે જ ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ભાજપે પોતાના ક્વોટામાં 6 સવર્ણો અને 7 ઓબીસી ચહેરાઓ સાથે સંતુલન સાધ્યું છે, જ્યારે જેડીયુએ 8 ઓબીસી અને ઈબીસી મંત્રીઓ બનાવીને પોતાના પાયાના મતોને સાચવવાનો પ્રયાસ કર્યો છે.

બિહારના આ નવા મંત્રીમંડળમાં ભૂમિહાર, રાજપૂત, બ્રાહ્મણથી લઈને કુર્મી, ધાનુક અને કુશવાહા જ્ઞાતિઓનો એવો મેળ બેસાડવામાં આવ્યો છે કે જેથી વિપક્ષના 'જાતિગત સર્વેક્ષણ'ના કાર્ડનો જવાબ આપી શકાય. ભાજપે સવર્ણો અને પછાત જ્ઞાતિઓનું સપ્રમાણ મિશ્રણ કરીને બિહારમાં પોતાનો વ્યાપ વધારવાનો માસ્ટરપ્લાન બનાવ્યો છે.

આ સમાચાર શેર કરો