VIDEO: પંજાબનું જલંધર એલર્ટ પર, બ્લાસ્ટ બાદ શાળાને ટાર્ગેટ કરવાનો મેસેજ મળતા વાલીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું
VIDEO

VIDEO: પંજાબના જલંધરમાંબીએસએફ હેડક્વાર્ટરપાસે પણ વિસ્ફોટની ઘટનાને લઈને હજુ તપાસનો ધમધમાટ છે..ત્યારે ફરી જલંધરમાં ફરી એકવાર દહેશતનો માહોલ જોવા મળ્યો..કારણ કે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ અને પોલીસ તંત્ર દોડતા થયા.
જલંધરમાં બીએસએફ હેડ કવાર્ટર પાસે બ્લાસ્ટની ઘટના બાદ હવે શહેરની નામાંકિત એપીજેસ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ધમકી મળતા જ શાળા વહીવટીતંત્રે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી અને વાલીઓને બોલાવી બાળકોને ઘરે મોકલી દીધા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
હાલ સમગ્ર શાળા પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું. પોલીસ સાયબર સેલની મદદથી એ તપાસી રહી છે કે આ ધમકીભર્યો સંદેશ ક્યાંથી અને કોણે મોકલ્યો હતો.સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની દેશભરમા છાશવારે ધમકી મળતી હોય છે...ત્યારે માત્ર એક ફેક કોલ કે અફવા હોઈ શકે છે, પરંતુ જલંધરમાં જ બ્લાસ્ટ બાદ તુરંત જ આ પ્રકારની ધમકીએ ચિંતા વધારી હતી.





