VIDEO: શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે પોલીસ તપાસ શરૂ, શંકાસ્પદ કાર જપ્ત
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચાવતી એક ઘટનામાં ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચાવતી એક ઘટનામાં ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથની ગઈકાલે રાત્રે મધ્યમગ્રામ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડને પગલે રાજ્યની સિયાસત ફરી એકવાર ગરમાઈ છે અને કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે સક્રિય બનેલી પોલીસે તપાસના ભાગરૂપે એક કથિત શંકાસ્પદ કારને જપ્ત કરી છે.
આ હુમલા પાછળના કારણો અને તેમાં સામેલ ગુનેગારોને પકડવા માટે વહીવટીતંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પક્ષના મહત્વના કાર્યકર્તાની આ પ્રકારે હત્યા થતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


