મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Vijay Deverakonda: ત્રણ દિવસ પહેલા રશ્મિકા સાથે થઈ સગાઈ, આજે વિજયની કારને નડ્યો અકસ્માત

મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડાની સગાઈ 3 ઓક્

Vijay Deverakonda: ત્રણ દિવસ પહેલા રશ્મિકા સાથે થઈ સગાઈ, આજે વિજયની કારને નડ્યો અકસ્માત

મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડાની સગાઈ 3 ઓક્ટોબરના રોજ રશ્મિકા મંદાના સાથે થઈ હતી. ત્યારે ફેન્સ કહી રહ્યા છે કે તેને નજર લાગી ગઈ છે. કેમ કે, આજે 6 ઓક્ટોબરના રોજ વિજયની કારનો અકસ્માત થયો છો. જોકે, રાહતની વાત એ છે કે વિજય સંપૂર્ણ સુરક્ષિત છે. તેના ડ્રાઈવરે તુરંત પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેની કારમાં અન્ય બે લોકો પણ સવાર હતા. 

બોલેરોએ કારને ટક્કર મારતા અકસ્માત થયો

અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, અભિનેતા દેવરકોંડા આજે બપોરે લગભગ 3.00 કલાકે પુટ્ટપર્થીથી હૈદરાબાદ તરફ જઈ રહ્યો હતા. આ દરમિયાન જોગુલાંબા જિલ્લાના નેશનલ હાઈવે-44 પર તેની કારને પાછળથી એક બોલેરો ગાડીએ ટક્કર મારી હતી.

અભિનેતાની કારને નુકસાન

મળતી માહિતી અનુસાર વિજયની કારને નુકસાન થયું છે. તેમની કારની ડાબી બાજુ નુકસાન થયું છે. કારમાં વિજય સહિત અન્ય બે વ્યક્તિઓ સવાર હતા. વિજય તાત્કાલિક બીજી ગાડીમાં બેસીને રવાના થઈ ગયો હતો, જ્યારે તેની ટીમે પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વિજયની ત્રણ દિવસ પહેલા સગાઈ થઈ

મીડિયા અહેવાલો મુજબ અભિનેતા વિજય અને રશ્મિકા મંદાનાની ત્રણ દિવસ પહેલા એટલે કે ત્રણ ઓક્ટોબરે સગાઈ થઈ છે. જોકે, આ અંગે બંને કલાકારો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવામાં આજે વિજયની કારનો અકસ્માત થતા ફેન્સની ચિંતા વધી ગઈ હતી.

આ સમાચાર શેર કરો