Vijay and Rashmika: સગાઈની અટકળો વચ્ચે વિજય દેવરકોંડા સ્પોટ થયો, હાથમાં સગાઈની રિંગ પહેરી?

સોર્સ : GSTV
અભિનેતા વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની સગાઈ થઈ હોવાના સમાચાર ઘણા વાયરલ થયા છે. પણ બંને કલાકારોએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ દરમિયાન વિજય દેવરકોંડાની સગાઈની વીંટીની તસવીર હવે વાયરલ થઈ રહી છે.
વિજયની સગાઈની વીંટી વાયરલ
વિજય દેવરકોંડાએ 5 ઓક્ટોબરે તેના પરિવાર સાથે શ્રી સત્ય સાંઈ બાબા પ્રશાંતિ નિલયમ આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો વીડિયો અને તસવીરો વાયરલ થઈ છે. જેમાં વિજયના નાનો ભાઈ અને માતા-પિતા પણ હાજર હતા. તસવીરોમાં વિજયના હાથમાં એક વીંટી જોવા મળી રહી છે. જેને ફેન્સ રશ્મિકા સાથે થયેલ સગાઈની વીંટી સમજી રહ્યા છે. આ વીંટી સાથેનો વિજયનો લુક લોકોને પસંદ પડી રહ્યો છે.
વિજય અને રશ્મિકા ક્યારે લગ્ન કરશે?
વિજય અને રશ્મિકાના અંગે ઘણા અહેવાલો સામે આવ્યા હતા કે તેમની સગાઈ 3 ઓક્ટોબરના રોજ તેમના હૈદરાબાદના ઘરે થઈ હતી. સગાઈમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે સમાચાર છે કે વિજય અને રશ્મિકા ફેબ્રુઆરી 2026માં લગ્ન કરી શકે છે. તેમના લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ હશે.

