Rashmika mandana: વિજય સાથે સગાઈ કર્યા પછી અભિનેત્રીએ પહેલી પોસ્ટ શેર કરી?

ગઈ કાલે, 4 ઓક્ટોબરથી સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની સગાઈના સમાચારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ઉભી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલે 3 ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી. સગાઈની અફવાઓ પછી રશ્મિકાએ તેની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આજે શેર કરી છે.
રશ્મિકાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
ફેન્સ સગાઈની તસવીરોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અભિનેત્રી રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર કંઈક અલગ જ શેર કર્યું. સગાઈ વિશે કંઈપણ જાહેર કરવાને બદલે, તેણે પોતાની આગામી ફિલ્મ "ધ ગર્લફ્રેન્ડ"નું ટીઝર શેર કર્યું છે. સાથે ફિલ્મની થિયેટરમાં રિલીઝ થવાની તારીખ પણ જાહેર કરી છે.
રશ્મિકાએ ચાહકોની રાહનો આવો જવાબ આપ્યો
રશ્મિકાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, "મને ખબર છે કે તમે લોકો આની રાહ જોઈ રહ્યા હતા, અને આ રહી... #TheGirlfriend 7 નવેમ્બર, 2025થી થિયેટરોમાં. તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં." રશ્મિકાની નવી ફિલ્મને લઈ તો તેના ફેન્સ ખુશ છે, પણ તેઓ વિજય અને રશ્મિકાની સગાઈની તસવીર જોવા આતુર છે.

