Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kantara Chapter 1 surpassed 46 of the highest grossing films in the industry

Kantara Chapter 1: આ ફિલ્મે ઈન્ડ્રસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી 46 ફિલ્મોને પાછળ છોડી

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Kantara Chapter 1: આ ફિલ્મે ઈન્ડ્રસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી 46 ફિલ્મોને પાછળ છોડી
સોર્સ : GSTV

કાંતારા પછી હવે તેનો કાંતારા ચેપ્ટર 1 રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મે પાંચ ફિલ્મ ઉદ્યોગોની સૌથી વધુ કમાણી કરનારી 46 ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તેના બોક્સ ઓફિસ પરના કલેક્શનને જોઈએ તો એવું જણાય છે કે આ ફિલ્મ આગામી થોડા દિવસોમાં જ સરળતાથી 500 કરોડનો આંકડો પાર કરી શકે છે. 2022માં આવેલી કાંતારાની બ્લોકબસ્ટર સફળતા પછી જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ હતી, ત્યારથી બધાની નજર આ ફિલ્મ પર હતી.

App Store

કાંતારા ચેપ્ટર 1નું બોક્સ ઓફિસ કલેક્શન

આ ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી, મલયાલમ અને હિન્દી સહિતની ભાષાઓમાં રિલીઝ થઈ છે. એક અહેવાલ મુજબ ફિલ્મે શરૂઆતના દિવસે 61.85 કરોડ, બીજા દિવસે 46 કરોડ અને ત્રીજા દિવસે 55.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા જ દિવસે 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. આજે 5 ઓક્ટોબરે બપોરે 12:10 વાગ્યા સુધીમાં ચોથા દિવસે ફિલ્મે 12.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેનાથી તેની કુલ કમાણી 175.62 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે.

માત્ર 4 દિવસમાં જ હિટ બની ફિલ્મ

મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું બજેટ 125 કરોડ રૂપિયા છે. તેણે વિશ્વભરમાં 218 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આનો અર્થ એ થયો કે આ ફિલ્મે તેના બજેટ કરતા બમણી કમાણી કરી લીધી છે અને માત્ર 4 દિવસમાં જ તે હિટ બની ગઈ છે.

આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે

કાંતારા ચેપ્ટર 1એ 2025ની વિવિધ ફિલ્મ ઉદ્યોગોની ટોચની 10 કમાણી કરનારી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. કાંતારા ચેપ્ટર 1 કન્નડ સિનેમામાં 2025ની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની છે, ફક્ત એક ફિલ્મ મહાવતાર નરસિંહા (326.53 કરોડ રૂપિયા) તેના કરતા આગળ છે. આ ફિલ્મે 2025ની તેલુગુ સિનેમામાં ટોચની 10 કમાણી કરનારી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તમિલ સિનેમામાં ટોચની 10 અને મલિયાલમ સિનેમામાં ટોચની નવ ફિલ્મોને તેણે પાછળ છોડી દીધી છે. બોલિવૂડની ટોચની 10 કમાણી કરનારી ફિલ્મોની યાદીમાંથી સિકંદર, સિતારે જમીન પર, રેડ 2, વોર 2 અને હાઉસફુલ 5ને તેણે પાછળ છોડી દીધી છે. ફક્ત બે બોલિવૂડ ફિલ્મો છાવા અને સૈયારા તેનાથી આગળ છે.