Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kriti Sanon arrives on Kareena Kapoor's show

કરીના કપૂરના શૉમાં પહોંચી કૃતિ સેનન, રક્ષાબંધન જીવા વિવાદ પર કરી પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
કરીના કપૂરના શૉમાં પહોંચી કૃતિ સેનન, રક્ષાબંધન જીવા વિવાદ પર કરી પ્રતિક્રિયા
સોર્સ : gstv

રક્ષાબંધનના અવસરે કૃતિ સેનનનો એક એડ-વિવાદોમાં ઘેરાયેલો હતો. તેમાં કૃતિના કપડાં પર એવો વિવાદ છેડાયો કે કંપનીએ પોતાની જાહેરાત પરત ખેંચવી પડી હતી. તાજેતરમાં જ કૃતિ સેનને કરીના કપૂરના ચેટ શૉ ‘વોટ વુમન વોન્ટ’માં હાજરી આપી હતી. કરીના સાથેની વાતચીતમાં કૃતિએ જણાવ્યું કે તેને બિલકુલ પણ એ વાતનો અંદાજ નહોતો કે તેના કપડાં નેશનલ ડિસ્કશનનો વિષય બની જશે. આ અંગે ખુલીને વાત કરતા કૃતિ કહે છે કે તે ચોંકી ગઈ હતી.

App Store

આ એડમાં કૃતિના આઉટફિટથી લઈને તહેવાર ઉજવવાની રીત સુધીના તમામ બાબતો પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હવે અભિનેત્રીએ આ સમગ્ર વિવાદ પર ખુલીને વાત કરી છે. કરીના કપૂર ખાનના ચેટ શૉ ‘વોટ વુમન વોન્ટ’ની સીઝન 6માં પહોંચેલી કૃતિએ જણાવ્યું કે તેને બિલકુલ અંદાજ નહોતો કે તેના કપડાંને લઈને આટલો મોટો વિવાદ થશે.

ડિબેટનો મુદ્દો બની ગઈ હતી કૃતિની ચોલી

કરીના કપૂર ખાન સાથેની વાતચીત દરમિયાન કૃતિ સેનને આ વિવાદને યાદ કરતા કહ્યું કે તે શૉકમાં હતી. આ અંગે કૃતિએ જણાવ્યું, ‘હું વિશ્વાસ નહોતી કરી શકતી. મારી ચોલી પ્રાઈમ ટાઈમ ન્યૂઝ પર 6 લોકોના પેનલ ડિસ્કશનનો મુદ્દો બની ગઈ હતી’.

રક્ષાબંધન પર જીવા (Giva) એડ પર થયો હતો વિવાદ

વાસ્તવમાં, રક્ષાબંધનના અવસરે રિલીઝ થયેલા જીવાના આ વિજ્ઞાપનમાં કૃતિ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેરેલી જોવા મળી હતી. એડમાં તે પોતાના ભાઈ અને પાલતુ કુતરાને રાખડી બાંધીને તહેવાર ઉજવતી જોવા મળી હતી. જોકે, વિજ્ઞાપન સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે વિવાદ શરૂ થયો હતો.

ખૂબ ટ્રોલ થઈ હતી કૃતિ સેનન

કેટલાક યુઝર્સે તેના કપડાંને પરંપરાગત તહેવારના હિસાબે અયોગ્ય ગણાવ્યા, તો કેટલાકે વિજ્ઞાપનમાં રક્ષાબંધનને દર્શાવવાની રીત પર સવાલો ઉઠાવ્યા. પાલતુ કુતરાને રાખડી બાંધવા અને પરંપરાગત રીત-રિવાજોની કથિત ઉણપને લઈને પણ ટીકાઓ થઈ હતી. કૃતિ સેનને સોશિયલ મીડિયા પર આ સમગ્ર વિવાદ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેણે કહ્યું હતું કે કોઈ મહિલા શું પહેરે છે અને શું નહીં, તે કોઈ ચર્ચાનો વિષય ન હોવો જોઈએ. તે તેનો અંગત નિર્ણય છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News