VIDEO: દાહોદના સાગડાપાડામાં પાકા રસ્તા વિના 13 વર્ષીય દીકરીના મોત બાદ પિતા ખભા પર શવ લઈ જવા મજબૂર
સોર્સ : gstv
દાહોદના સાગડાપાડાના મુખ્ય માર્ગથી તળગામ કટારા ફળિયા સુધી પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં રસ્તાના અભાવે સારવાર સમયસર ન મળતાં 13 વર્ષીય દીકરીનું બીમારી બાદ મોત નિપજ્યું હતું, જે બાદ લાચાર પિતાએ પોતાની માસૂમ પુત્રીના મૃતદેહને ખભા પર ઊંચકીને ઘરે પહોંચાડવાની હૃદયદ્રાવક સ્થિતિ સર્જાઈ હતી. ગામમાં પાકો રોડ ન હોવાથી દર્દીઓને હોસ્પિટલ લઈ જવા તેમજ બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. વર્ષોથી સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં સ્થિતિ યથાવત રહી છે. એક તરફ વિકાસના મોટા દાવાઓ કરાય છે, તો બીજી તરફ આદિવાસી પરિવારો પાયાની સુવિધા માટે તરસતા જોવા મળી રહ્યા છે.

