Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Big blow to BJP in Dahod's Devgarh Baria Municipality by-election, four seats lost

VIDEO: દાહોદના દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો, ચાર બેઠકોનું થયું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદની દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપના છ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ખાલી પડેલી બેઠકો પર આ ચૂંટણી યોજાઈ હતી. પરિણામમાં ભાજપને મોટું નુકસાન થયું છે અને ચાર બેઠકો ગુમાવવી પડી છે. ભાજપ પાસેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો આંચકી લીધી છે. આ સાથે દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી ગુમાવી છે. હાલ નગરપાલિકામાં ભાજપ પાસે ૯, કોંગ્રેસ પાસે ૫ અને આમ આદમી પાર્ટી પાસે ૨ બેઠકો છે, જ્યારે ૮ બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા છે. બહુમતી માટે ૧૩ સભ્યોની જરૂરિયાત છે. મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News