VIDEO: દાહોદના લીમખેડામાં હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત
સોર્સ : gstv
દાહોદના લીમખેડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. વિજય હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક પર સવાર ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી.ઘટનાસ્થળે જ ત્રણેયના મોત થયા હતા. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ગાડી લઈ ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધમાં જુદી ટીમો તૈનાત કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ આગળ વધારી છે.

