VIDEO: દાહોદના નાની બોરીયાલીમાં માસૂમ પર આભ તૂટી પડ્યું, અભ્યાસની ચોપડી લેતાં જ સાપે માર્યો ડંખ!
સોર્સ : GSTV
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાની બોરીયાલી ગામે એક હૃદયસ્પર્શી દુર્ઘટનામાં ૮ વર્ષીય માસૂમ બાળકીનું સપંડાંશથી કરુણ મોત નીપજ્યું છે. આ બાળકી ઘરમાં અભ્યાસ કરવા માટે લાકડાના પાટીયા પરથી પુસ્તક ઉતારી રહી હતી, ત્યારે ત્યાં છુપાયેલા ઝેરી સાપે તેના ડાબા પગના અંગૂઠા પર ડંખ માર્યો હતો. સાપ કરડ્યાની જાણ થતાં જ પરિવારજનોએ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ઝેર શરીર અને લોહીમાં ઝડપથી ફેલાઈ જતાં સારવાર દરમિયાન જ ૮ વર્ષીય બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ કમનસીબ બનાવને પગલે માસૂમ બાળકીના પરિવારમાં અરેરાટી સાથે ભારે ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ આદરી છે.

