મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડ સ્ટોરી: આ મુસ્લિમ અભિનેત્રીએ ધર્મ બદલ્યો, લગ્ન ન કર્યા છતાં ચાર પરિણીત પુરુષો સાથે નામ જોડાયું

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી કહાનીઓ છે, જે સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી નથી. આ જ ઇન્ડસ્

બોલિવૂડ સ્ટોરી: આ મુસ્લિમ અભિનેત્રીએ ધર્મ બદલ્યો, લગ્ન ન કર્યા છતાં ચાર પરિણીત પુરુષો સાથે નામ જોડાયું

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી કહાનીઓ છે, જે સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી નથી. આ જ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હજુ પરણી નથી. એમાંથી એક છે નગમા. 50 વર્ષની ઉંમરે પણ હજી આ મુસ્લિમ અભિનેત્રીએ લગ્ન કર્યા નથી. તેમની કહાની ઘણા લોકોને ખબર નથી.

મનોરંજન જગતના પ્રેમ સંબંધો ઘણા ચર્ચામાં રહે છે. આવી જ રીતે નગમાના પણ પ્રેમ પ્રકરણો ચર્ચાનો વિષય બન્યા હતા. આ અભિનેત્રીનું નામ ચાર વખત પરિણીત પુરુષો સાથે જોડાઈ ચૂક્યું છે અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી, જેના પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હવે, તે અભિનયની દુનિયા છોડીને રાજકારણી બની ગઈ છે. 

50 વર્ષની ઉંમરે અપરિણીત છે નગમા

નગમાના પિતા અરવિંદ મોરારજી, કાપડ ઉદ્યોગના એક જાણીતા ઉદ્યોગપતિ હતા. નગમાના માતા અને પિતા 1974માં અલગ થઈ ગયા. અભિનેત્રીનો એક નાનો ભાઈ છે. નગમાના પિતા હિન્દુ હતા અને તેની માતા મુસ્લિમ હતી. જોકે, તે ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષાઈ ગઈ. 2007માં તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. 50 વર્ષીય અભિનેત્રીએ 49 વર્ષની ઉંમરે લગ્ન અને બાળકોની ઇચ્છા વ્યક્ત કરી.

સૌરવ ગાંગુલી સાથે જોડાયું નગમાનું નામ

નગમાનું નામ ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથે પણ નગમાનું નામ જોડાયું હતું. તે સમયે સૌરવ પરિણીત હતો. જ્યારે સૌરવ સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો, ત્યારે ઘણીવાર નગમાને તેના માટે દોષી ઠેરવવામાં આવતી હતી. પછી નગમા અને સૌરવ એકબીજાથી દૂર થઈ ગયા હતા.

અભિનેત્રીનું નામ રવિ કિશન સાથે પણ જોડાયું

નગમા અને રવિ કિશનના અફેરના અહેવાલો અનેક જગ્યાએ પ્રકાશિત થયા હતા. રવિ કિશન પણ પહેલા પરિણીત હતા. જોકે, નગમાએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તે રવિ કિશન સાથે સંબંધમાં ન હતી.

મનોજ તિવારી અને શરદ કુમાર સાથે પણ હતો સંબંધ

નગમા અભિનેતાથી સાંસદ બનેલા શરદ કુમાર સાથે પણ સંબંધમાં રહી હતી. તેઓએ તેમનો સંબંધો છુપાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે અસફળ રહ્યો. જ્યારે શરદની પત્નીને ખબર પડી, ત્યારે તેઓએ છૂટાછેડા માટે અરજી કરી. ત્યારબાદ શરદે નગમા સાથે સંબંધ તોડી નાખ્યો. નગમાએ ટોલીવુડ છોડ્યું. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. મનોજ તિવારી સાથે પણ તેના સંબંધોના અહેવાલો સામે આવ્યા હતા. 

https://www.abplive.com/entertainment/bollywood/nagma-changed-her-religion-she-was-having-affair-with-4-married-men-3024381

આ સમાચાર શેર કરો