Asha parekh: મૂળ ગુજરાતી એવા દિગ્ગજ અભિનેત્રી આશાજીના આજે પણ છે ફેન્સ દિવાના
દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ 80 વર્ષની ઉંમરે આજે પણ તેમના લુકને કારણે ચર્ચામાં રહે

દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ 80 વર્ષની ઉંમરે આજે પણ તેમના લુકને કારણે ચર્ચામાં રહે છે. આશા પારેખની સુંદરતા ઓછી થઈ નથી, તેમનો ક્લાસી લુક ફેન્સને દિવાના બનાવે છે.
મૂળે ગુજરાતી છે આશા પારેખ
ગુજરાતી મૂળ ધરાવતા આશા પારેખ હિન્દી ફિલ્મોની જાણીતી સફળ અભિનેત્રી છે. તેઓ અભિનેત્રી ઉપરાંત કુશળ નૃત્યકાર પણ છે. ગુજરાતી મૂળ ધરાવતા હોવાથી તેમણે થોડીઘણી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. જેવી કે, અખંડ સૌભાગ્યવતી, કુળવધુ.
70 અને 80ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું
70 અને 80ના દાયકામાં ઘણી સુંદરીઓએ પોતાના અભિનય દ્વારા હિન્દી સિનેમા પર રાજ કર્યું. આમાંનું એક નામ આશા પારેખ છે. બોલીવુડમાં પોતાના લાંબા કરિયર દરમિયાન આશા પારેખે દેવ આનંદથી લઈને ધર્મેન્દ્ર સુધીના સુપરસ્ટાર સાથે બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો છે.
80 વર્ષની ઉંમરે પણ, તેમની સુંદરતા અજોડ
આશા પારેખે ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં તેમની અભિનય ક્ષમતા સાબિત થઈ હતી. તે દિવસોમાં તેઓ ખૂબ જ સુંદર હતા. પરંતુ હવે, 80 વર્ષની ઉંમરે પણ તેમની સુંદરતા અજોડ છે. અભિનેત્રી હજુ પણ પહેલા જેટલા જ સુંદર દેખાય છે.








