Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Sshura and Arbaaz Khan became parents of a daughter

Entertainment News: બીજી વખત પિતા બન્યો અરબાઝ ખાન, Sshura Khan એ દીકરીને આપ્યો જન્મ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment News: બીજી વખત પિતા બન્યો અરબાઝ ખાન, Sshura Khan એ દીકરીને આપ્યો જન્મ
સોર્સ : GSTV

બોલીવૂડના સૌથી લોકપ્રિય પરિવારોમાંના એક ખાન પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન તેમના પહેલા બાળકના માતા-પિતા બન્યા છે. શૂરા ખાને દીકરીને જન્મ આપ્યો છે. ખાન પરિવારમાં પુત્રીના આગમનથી બધા ખૂબ જ ખુશ છે. બધા આ કપલને અભિનંદન આપવામાં વ્યસ્ત છે, અને બધા સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

App Store

ઈન્ટરનેટ પર ચર્ચા ચાલી રહી છે

સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ સામે આવી છે જેમાં શૂરા ખાને દીકરીને જન્મ આપ્યો હોવાની જાણકારી આપવામાં આવી છે. પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિનથી કરવામાં આવી, પરંતુ ચર્ચાઓ થઈ રહી છે કે શૂરા ખાને દીકરીને જન્મ આપ્યો છે. નોંધનીય છે કે શૂરા ખાન ગઈકાલે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ દરમિયાન અરબાઝ ખાન પણ તેની પત્ની સાથે જોવા મળ્યો હતો.

અરહાન શૂરા ખાનને મળવા ગયો

અરબાઝ ખાનની પત્ની શૂરા ખાનને 4 ઓક્ટોબરના રોજ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફક્ત પરિવારના સભ્યોને જ મળવાની મંજૂરી છે. થોડા સમય પહેલા અરબાઝ ખાનનો મોટો દીકરો અરહાન પણ હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો.

થોડા દિવસો પહેલા જ થયું હતું બેબી શાવર

નોંધનીય છે કે અરબાઝ અને શૂરા ખાને 2023માં લગ્ન કર્યા હતા. આ કપલે એક પ્રાઈવેટ સેરેમનીમાં નિકાહ કર્યા હતા, જેમાં ફક્ત પરિવાર અને મિત્રો જ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે બંને તેમના લગ્ન પહેલા ડેટિંગ કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા આ કપલના બેબી શાવરના ફોટા સામે આવ્યા હતા. સલમાન ખાન પણ બેબી શાવરમાં હાજર રહ્યો હતો.