'દોસ્તાના-ટુ' માંથી Janhvi Kapoor નું પત્તુ કપાય તેવી શક્યતા, સાઉથની આ હિરોઈન કરી શકે છે રિપ્લેસ

મુંબઇ : કરણ જોહર કાર્તિક આર્યન સાથે 'દોસ્તાના ટુ' બનાવવાનો હતો ત્યારે જાહ્નવી કપૂરનું લીડ રોલમાં નામ હતું. પરંતુ હવે જાહ્નવીનું સ્થાન સાઉથી અભિનેત્રી શ્રીલીલા લેશે તેવી પૂરી શક્યતા છે. એક રિપોર્ટના દાવા પ્રમાણે 'દોસ્તાના ટુ'માં જાહ્નવીના સ્થાને શ્રીલીલા ગોઠવાઇ ગઇ છે.
જોકે હજી સુધી શ્રીલીલાએ આ રોલ સ્વીકાર્ય કર્યો છે કે નહીં તે સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી. જોકે 'દોસ્તાના ટુ' માટે અભિનતા વિક્રાંત મૈસીને ફાઇનલ કરી લેવામાં આવ્યો છે.
જોકે સત્તાવાર રીતે આ વાતને સમર્થન આપવામાં આવ્યું નથી
અલ્લૂ અર્જુનની 'પુષ્પા ટુ'માં એક ડાન્સ નંબર કર્યા પછી શ્રીલીલા નિર્માતા-દર્શકોની માનીતી અભિનેત્રી બની ગઇ છે. જો બધુ સમૂસુથરું પાર પડશે તો શ્રીલીલા 'દોસ્તાના ટુ'માં વિક્રાંત મૈસી સાાથે જોડી જમાવતી જોવા મળશે.આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાની પણ મહત્વના રોલમાં જોવા મળળાનોછે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વિક્રાંત મૈસીને '૧૨ વી ફેલ' માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.

