Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Oscar 2026: Ishaan Khatter-Janhvi Kapoor's film 'Homebound' official entry at Oscars

Ishaan Khatter-Janhvi Kapoorની ફિલ્મ 'હોમબાઉન્ડ'ને લાગ્યો જેકપોટ, રિલીઝ પહેલા જ ઓસ્કારમાં ઑફિશિયલ એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ishaan Khatter-Janhvi Kapoorની ફિલ્મ 'હોમબાઉન્ડ'ને લાગ્યો જેકપોટ, રિલીઝ પહેલા જ ઓસ્કારમાં ઑફિશિયલ એન્ટ્રી
સોર્સ : GSTV

વર્ષ ૨૦૨૬ના ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે નીરજ ઘેયવાન દિગ્દર્શિત ફિલ્મ 'હોમબાઉન્ડ' ની ૨૪ ફિલ્મોમાંથી પસંદગી કરાઈ હોવાની જાહેરાત પસંદગી સમિતિના ચેરપરસન એન. ચન્દ્રાએ કરી હતી.

App Store

ફ્રાન્સમાં યોજાતા કાન ફિલ્મોત્સવમાં તથા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમા દર્શાવાયેલી આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને અદર પૂનાવાલાએ કર્યું છે. તેના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર માર્ટિન સ્કોર્સીસી છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂરઅને વિશાલ જેઠવાએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઓસ્કાર માટે આ ફિલ્મ સાથે સ્પર્ધામાં અન્ય ફિલ્મોમાં ધ બેન્ગાલ ફાઇલ્સ, પુષ્પા ટુ, ધ પાયર, કેસરી, વીર ચન્દ્રહાસ અને સુપરબોયઝ ઓફ માલેગાંવનો સમાવેશ થતો હતો. નીરજ ઘેયવાને તેમની ફિલ્મની ઓસ્કર માટે પસંદ થવા બાબતે ઇન્સ્ટા પર પ્રતિભાવ આપતાં "ઓહ માય ગોડ. આ હકીકત છે" તેમ જણાવ્યું હતું. ૯૮મો ઓસ્કર એવોર્ડ રવિવાર ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાશે. ફિલ્મમાં દિગ્ગજ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર માર્ટિન સ્કોર્સીસીનો પટકથા અને એડિટિંગમાં ટચ દેખાશે.