Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Janhvi Kapoor celebrated Navratri in Ahmedabad with Varun, Sanya and Rohit

Video: Janhvi Kapoor એ વરુણ, સાન્યા અને રોહિત સાથે અમદાવાદમાં કરી નવરાત્રિની ઉજવણી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે પરંપરાગત અંદાજમાં નવરાત્રિના ઉત્સવની શરૂઆત કરી. જાન્હવી કપૂરે વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ સાથે અમદાવાદમાં નવરાત્રિની ઉજવણી કરી હતી. તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતાં. જાન્હવી કપૂરે સોશિયલ મીડિયા હેન્ડલ પર આની ખાસ ઝલક શેર કરી છે. 

App Store

બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે નવરાત્રિનો ઉત્સવ પરંપરાગત અંદાજમાં શરૂ કર્યો અને તેની તસવીરો શેર કરી. તેની સાથે તેની આગામી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'ના સહ-કલાકારો વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પોલ પણ જોવા મળ્યા.

જાન્હવી કપૂરની પોસ્ટ

જાન્હવી કપૂરે આજે ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'ના સહ-કલાકારો સાથે તસવીરો શેર કરી. આ તસવીરોમાં વરુણ, રોહિત, સાન્યા અને જાન્હવી પરંપરાગત સ્ટાઇલિશ કપડાંમાં જોવા મળે છે. જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં લખ્યું, 'હેપ્પી નવરાત્રિ સંસ્કારી સ્ટાઇલ.' પહેલી તસવીરમાં બધા સાથે મળીને પોઝ આપતા જોવા મળે છે. બીજી તસવીરોમાં જાન્હવી એકલી અને વરુણ તથા સાન્યા સાથે હસતી હોય તેવી જોવા મળી.

 

'સની સંસ્કારી કી તુલસી કુમારી' વિશે

હાલમાં જ ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'નું રોમેન્ટિક ગીત 'તૂ હૈ મેરી' રિલીઝ થયું, જેને સચેત-પરંપરાએ ગાયું અને બનાવ્યું, જ્યારે બોલ કૌસર મુનીરે લખ્યા. શશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં વરુણ ધવન, જાન્હવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, અક્ષય ઓબેરોય અને મનીષ પોલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.