મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

De De Pyaar De-2 ફિલ્મનું ટ્રેલર લોન્ચ, આ વખતે અજય સામે માધવનને જોવાની મજા પડશે

અજય દેવગન અને રકૂલ પ્રિત સિંહની ફિલ્મ 'દે દે પ્યાર દે-

De De Pyaar De-2 ફિલ્મનું ટ્રેલર લોન્ચ, આ વખતે અજય સામે માધવનને જોવાની મજા પડશે

અજય દેવગન અને રકૂલ પ્રિત સિંહની ફિલ્મ 'દે દે પ્યાર દે-2'નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ આગામી નવેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો પહેલો ભાગ 2019માં આવ્યો હતો, ત્યારે આ ફિલ્મની ઘણી ચર્ચા રહી હતી. કારણ કે, અજયની કો-સ્ટાર રકૂલ અજય દેવગણ કરતા 21 વર્ષ નાની છે, છતાં ફિલ્મને સફળતા મળી હતી. જો કે, તે ફિલ્મમાં તબુ પણ જોવા મળી હતી. હવે આ વખતે બીજા ભાગમાં આર માધવન સહિતના અન્ય કલાકારો પણ છે. મૂળ ફિલ્મ પછી તેની ફ્રેન્ચાઈઝી ફિલ્મ 6 વર્ષે રિલીઝ થઈ રહી છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.

ટ્રેલરને જોતા જણાઈ રહ્યું છે કે આ વખતે ફિલ્મમાં અજય અને રકૂલની જોડી કરતા દર્શકોને અજય અને આર માધવનને આમને સામને જોવામાં મજા પડશે, જેમાં ઘણી કોમેડી પણ હશે. આ ફિલ્મમાં આર માધવન રકૂલના પાત્રના પિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલિઝ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો