મહાભારતના 'કર્ણ' કેન્સર સામે હારી ગયા જંગ, પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન

"મહાભારત" માં કર્ણની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. "મહાભારત" માં અર્જુનની ભૂમિકા ભજવનાર અભિનેતા ફિરોઝ ખાને આ બાબતની પુષ્ટિ કરી હતી. પંકજ ધીરનું 15 ઓક્ટોબર સવારે 11.30 કલાકે અવસાન થયું છે. જોકે કારણ હજુ સ્પષ્ટ નથી. તેમના નિધનના સમાચાર સાંભળીને ફેન્સને આઘાત લાગ્યો છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
"મહાભારત" માં અર્જુનની ભૂમિકા ભજવનાર અને પંકજના સહ-કલાકાર ફિરોઝ ખાને કહ્યું, "હા, એ સાચું છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. વ્યક્તિગત રીતે મેં એક ખૂબ જ સારો મિત્ર ગુમાવ્યો છે. તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા. હું હજુ પણ આઘાતમાં છું અને મને ખબર નથી કે શું કહેવું. તેઓ ખરેખર એક અદ્ભુત વ્યક્તિ હતા. હું હાલમાં વધુ કંઈ કહી શકતો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર થયું હતું તેની સારવાર બાદ રિકવર થયું હતું. જોકે થોડા સમય પહેલા ફરી ઉથલો માર્યો હતો. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી ન શકાયા. સોશિયલ મીડિયા પર પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

