બોલિવૂડ: રશ્મિકા સાથે થામા ફિલ્મમાં મલાઈકાનું આઈટમ સોંગ, ચાર્જ કર્યા 2 કરોડ રૂપિયા
મહારાષ્ટ્રમાં થાને ખાતે 1973માં, 23 ઓક્ટોબરના રોજ જન્મેલી મલાઈકા અરોરા થોડા દિવસોમાં જ 52 વર્

મહારાષ્ટ્રમાં થાને ખાતે 1973માં, 23 ઓક્ટોબરના રોજ જન્મેલી મલાઈકા અરોરા થોડા દિવસોમાં જ 52 વર્ષની થઈ જશે. આ પહેલા મલાઈકા અરોરાનું નવું આટમ સોંગ રિલીઝ થઈ ચૂક્યું છે. આવનારી ફિલ્મ 'થામા'માં તેણે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના સાથે એક આઈટમ સોંગ કર્યું છે. ફક્ત ત્રણ મિનીટનાં આ સોંગ માટે મલાઈકાએ બે કરોડ રુપિયા વસૂલ્યા હોવાનું સામે આવ્યું છે.
થામાં ફિલ્મમાં આયુષ્માન ખુરાના તથા રશ્મિકા મંદાના મુખ્ય કલાકારો છે. જોકે, ફિલ્મમાં નાનો મોટો રોલ કરનારા અન્ય કેટલાય કલાકારો કરતાં મલાઈકાને ફક્ત આ ગીત માટે જ વધારે પૈસા મળ્યા છે. બોલીવૂડમાં હાલ આઈટમ સોંગ માટે નોરા ફતેહી અને તમન્ના ભાટિયા સૌથી વધુ ડિમાન્ડમાં હોવાનું મનાય છે.
'છૈયાં છૈયાં' સોંગથી અલગ છાપ ઉભી કરી
જોકે, બાવન વર્ષની મલાઈકા હજુ પણ આ યુવા ડાન્સર્સને હંફાવી રહી છે. મલાઈકાએ છેક 1998માં આવેલી 'દિલ સે ' ફિલ્મ માટે 'છૈયાં છૈયાં' સોંગ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તે અનેક હિટ આઈટમ સોંગ આપી ચૂકી છે. આ વયે પણ તેની ફીટનેસ અનેક યુવાન અભિનેત્રીઓને ઈર્ષા કરાવે તેવી છે.





