મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: સલમાનનો લગ્નવાળો ગેટઅપ અને સ્વયંવરવાળો સેટઅપ: અદ્દભુત લુક જોઈને ખુશ થયા ફેન્સ

હાલમાં જ ડિઝાઈનર વિક્રમ ફડનીસે મુંબઈમાં એક ફેશન શોનું આયોજ

હાલમાં જ  ડિઝાઈનર વિક્રમ ફડનીસે મુંબઈમાં એક ફેશન શોનું આયોજન કર્યું હતું. ફેશન ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલમાન ખાન સહિત સુશ્મિતા સેન પણ જોવા મળ્યા હતા. આ ફેશન શોમાં સૌના ફેવરિટ ભાઈજાન રેમ્પ વોક કરતાં જોવા મળ્યા હતા. 

ફેન્સ પણ આ જોઈને થયા ખુશ

વિક્રમ ફડનીસના ફેશન શોમાં સલમાન ખાન બ્લેક શેરવાની પહેરેલા દોખાયા હતા, અને આ ફેશન શોમાં સ્વયંવર જેવો સેટઅપ પણ ઉભો કરવામાં આવ્યો હતો. જેને જોઈને મામારાઝીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, " તમે 2025માં સલમાનને લગ્નના સેટઅપમાં દુલ્હે રાજા તરીકે જોઈ રહ્યા છો, નજર ભરીને જોઈ લો, આજે આ સ્વયંવરના સેટઅપમાં ભાઈ તેમની બેગમને શોધવા નીકળ્યા છે."

સલમાનનો લગ્ન વાળો ગેટઅપ અને સ્વયંવર વાળો સેટઅપ જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. ભાઈજાનના આ વીડિયો પર લોકો ખુશ થઈને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો