'Panchayat'ના આ એક્ટરે 21 દિવસમાં સ્મોકિંગ છોડતા કહ્યું...
Panchayatના 'દામાદ જી' તરીકે ઓળખાતા એક્ટર Aasif Khanએ પોતાના જીવનમાંથી એક એવી વસ્તુને અલવિદા કહી

Panchayatના 'દામાદ જી' તરીકે ઓળખાતા એક્ટર Aasif Khanએ પોતાના જીવનમાંથી એક એવી વસ્તુને અલવિદા કહી દીધુ છે, જેનાથી લગભગ દરેક લોકો છૂટકારો મેળવવા માગતા હોય છે. થોડા દિવસો પહેલા જ એક્ટરને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે લગભગ 21 દિવસ બાદ Aasifએ જણાવ્યું કે, 'ફાઈનલી મેં સ્મોકિંગ છોડી દીધુ છે.'
જાણો Aasif Khanએ કેવી રીતે છોડ્યું સ્મોકિંગ
રવિવારે બધા 'Friendship day' ની ઉજવણી કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગે આસિફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, 'મેં મારું જીવન સુધારવા માટે સ્મોકિંગ છોડી દીધું છે. મેં લગભગ 21 દિવસથી સ્મોકિંગ નથી કર્યું અને ત્યારબાદ હું ખૂબ સારો અનુભવ કરી રહ્યો છું. પોતાની હેલ્થ અપડેટ આપતા એક્ટરે લખ્યું કે, 'લોકો કહે છે કે 21 દિવસમાં દરેક સારી-ખરાબ ટેવ છૂટી જાય છે. આજે મને સ્મોકિંગ છોડ્યાને 21 દિવસ થઈ ગયા છે. આ ફ્રેન્ડશીપ ડે પર મેં વિચાર્યું કે આનાથી સારો દિવસ કયો હોઈ શકે છે, એ જણાવવા માટે કે હું મારા મિત્રોને કેટલો પ્રેમ કરું છું.'
આ સાથે જ એક્ટરે કહ્યું કે, 'જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. પરંતુ ઉતાર-ચઢાવમાં એક ભીડ તમારી સાથે ચાલે છે. પણ જે લોકો ઉતાર-ચઢાવમાં સાથે ઉભા રહ્યા તેમને ફ્રેન્ડશીપ ડેની શુભકામનાઓ. સાચા લોકોની ઓળખ કરવા માટે કોઈ હોસ્પિટલના બેડ પર જવાની રાહ ન જુઓ. આ મોટા-મોટા શહેરોની મોટી-મોટી વાતોમાં ખોવાઈ ન જાઓ.'
સ્મોકિંગ છોડ્યા બાદ શેર કરી હેલ્થ અપડેટ
આસિફે આગળ સ્મોકિંગ છોડવાની વાત સાથે પોતાની હેલ્થ અપડેટ પણ શેર કરી. તેણે કહ્યું કે, "હવે હું સ્વસ્થ છું." તેણે પોતાની પોસ્ટમાં જે ફોટા શેર કર્યા છે તે જૂના છે. એક્ટરે લખ્યું કે, 'ચા પી રહેલા લોકોને જોઈને બ્લેક કોફી ન પીઓ. દરરોજ મિત્રોને મળો, જીવનનો સોદો 20-30 રૂપિયાની વસ્તુઓથી ન કરો. કદાચ આ વાંચીને પછી મને હસવું આવશે. હું હવે ઘરે છું અને સારું અને સ્વસ્થ અનુભવી રહ્યો છું.'
તમને જણાવી દઈએ કે 3 અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા હતા કે, આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પાછળથી ખબર પડી કે તેમને હાર્ટ એટેક નહીં, પરંતુ ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લેક્સ રોગ થયો હતો, જેના કારણે તેને હાર્ટ એટેક જેવા લક્ષણો અનુભવાયા હતા.








