મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ટીવીથી ફિલ્મોમાં લોકપ્રિય બનેલી આ એક્ટરની નેટવર્થ કરોડોમાં છે!

પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દીલો પર રાજ કરનારી આ અભિનેત્રીનું નામ છે Mrunal

ટીવીથી ફિલ્મોમાં લોકપ્રિય બનેલી આ એક્ટરની નેટવર્થ કરોડોમાં છે!

પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દીલો પર રાજ કરનારી આ અભિનેત્રીનું નામ છે Mrunal Thakur. લાઈફસ્ટાઈલ એશિયા અનુસાર, Mrunalની કુલ સંપત્તિ લગભગ 33 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને મહિને લગભગ 60 લાખ જેટલા કમાય છે. આ ઉપરાંત, મૃણાલને લક્ઝરી કારોનો પણ ખૂબ શોખ છે. તેની પાસે હોન્ડા એકોર્ડ, ટોયોટા ફોર્ચ્યુનર અને મર્સિડિઝ બેન્ઝ-450 જેવી વૈભવી કારોનું કલેક્શન પણ છે. 

Son Of Sardar-2થી ફરી આવી ચર્ચામાં

અભિનેત્રી  Mrunal Thakur પોતાની નવી ફિલ્મ 'Son Of Sardar'ને કારણે સમાચારમાં ફરી ચમકી રહી છે. 1 ઓગસ્ટે રજૂ થયેલી સન ઓફ સરદાર ટુએ પહેલા દિવસે 6.75 કરોડનું કલેક્શન કર્યું છે. Ajay Devgan સાથે સ્ક્રીન શેર કરનાર મૃણાલે 2012માં ટીવી શો 'મુઝસે કુછ કહતી યહ ખામોશિયાં'થી પોતાના અભિનયની કારકિર્દી શરૂ કરી હતી.

ટીવી સિરિયલ્સથી શરુ કરી હતી Journey

Mrunal Thakurએ અગાઉ ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું. જો કે, તેણે તેના કરિયરની શરુઆત જ ત્યાંથી કરી હતી. 'કુમકુમ ભાગ્ય'માં બુલબુલના પાત્રએ તેને ઘર ઘરમાં લોકપ્રિય બનાવી દીધી. ત્યાર પછી 'નચ બલિયે ૭' અને 'અર્જુન' જેવા શોમાં પણ તેણે કામ કર્યું હતું.

2018થી શરુ કરી ફિલ્મ

2018માં 'લવ સોનિયા'થી ફિલ્મોમાં તેણે પહેલો પગ મુક્યો હતો, જેમાં તેણે માનવ તસ્કરીથી પીડિત યુવતીની દૃઢ ભૂમિકા નિભાવી. 2019માં ઋતિક રોશન સાથે 'Super 30' તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. પછી 'બાટલા હાઉસ', 'તુફાન', 'જર્સી', 'લસ્ટ સ્ટોરીઝ ટુ' જેવી ફિલ્મોમાં પણ તેણે દમદાર પરફોર્મન્સ આપ્યું.

Sita Ramamમાં પણ થઈ હતી Famous

બોલીવૂડ ઉપરાંત મૃણાલે દક્ષિણમાં પણ 'સીતા રામમ' અને 'હાય નાના' જેવી હિટ ફિલ્મોમાં પોતાની ઓળખ સ્થાપિત કરી. Sita Ramam ફિલ્મ બાદ લોકોના મનમાં પણ તેણે ખાસ જગ્યા બનાવી હતી. પોતાની ક્લાસી અને બોલ્ડ ફેશન સેન્સ માટે કાયમ ચર્ચામાં રહેતી મૃણાલ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલિશ અદાને કારણે યુવા ફેશનની આઈકન બની ચુકી છે.

આ સમાચાર શેર કરો