70th National Films Awards Full List: ઋષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, આ બની વર્ષની બેસ્ટ ફિલ્મ
નવી દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટર ખાતે શુક્રવારે 70મા રાષ્ટ્રીય

નવી દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટર ખાતે શુક્રવારે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, કેલેન્ડર વર્ષ 2022માં તમામ ભાષાઓમાં બનેલી બેસ્ટ ભારતીય ફિલ્મોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. 1 જાન્યુઆરી, 2022 અને ડિસેમ્બર 31, 2022 વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણિત ફીચર અને નોન-ફીચર ફિલ્મોને આ વર્ષની પુરસ્કારોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ વર્ષની જ્યુરીમાં રાહુલ રાવેલ, અધ્યક્ષ, ફીચર ફિલ્મ જ્યુરીનો સમાવેશ થાય છે; નીલા માધબ પાંડા, નોન-ફીચર ફિલ્મ જ્યુરીના અધ્યક્ષ અને ગંગાધર મુદલૈલનો સમાવેશ થતો હતો. હવે એવોર્ડ લિસ્ટ પર એક નજર કરીએ.
મલયાલમ ભાષાની ફિલ્મ અટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે ઋષભ શેટ્ટીએ બેસ્ટ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો અને બેસ્ટ અભિનેત્રીનો ખિતાબ નિત્યા મેનન અને માનસી પારેખ બંનેને મળ્યો હતો. ફિલ્મ પોનીયિન સેલવાનઃ 1એ સૌથી વધુ ચાર એવોર્ડ જીત્યા છે.
| ફીચર | કેટેગરી |
| બેસ્ટ ફીચર ફિલ્મ | અટ્ટમ |
| બેસ્ટ એક્ટર | ઋષભ શેટ્ટી, કાંતારા |
| બેસ્ટ એક્ટ્રેસ | નિત્યા મેનન, તિરુચિત્રાબલમ અને માનસી પારેખ, કચ્છ એક્સપ્રેસ |
| બેસ્ટ ડિરેક્ટર | સૂરજ બડજાત્યા, ઉંચાઈ |
| બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઑફ ડિરેક્ટર | પ્રમોદ કુમાર, ફૌઝા |
| બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ | શ્રીપથ, મલિકપ્પુરમ |
| બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ | નીના ગુપ્તા, ઉંચાઈ |
| બેસ્ટ સપોર્ટિંગ એક્ટર | પવન રાજ મલ્હોત્રા, ફૌજા |
| બેસ્ટ એન્ટરટેઇનિંગ ફિચર ફિલ્મ | કાંતારા |
| બેસ્ટ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ગેમિંગ અને કોમિક) | બ્રહ્માસ્ત્ર |
|
બેસ્ટ ફીચર ફિલ્મ ( રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરતી) |
કચ્છ એક્સપ્રેસ |
|
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (ગીત) |
પ્રીતમ, બ્રહ્માસ્ત્ર |
|
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (બેકગ્રાઉન્ડ સ્કોર) |
એ. આર. રહેમાન, પોન્નિયન સેલ્વન-2 |
| બેસ્ટ ડેબ્યુ | ફૌજા, પ્રમોદ કુમાર |
| બેસ્ટ સોન્ગ | નૌશાદ સદર ખાન, 'સલામી', ફૌજા |
| બેસ્ટ મેલ પ્લેબેક સિંગર | અરિજિત સિંહ, 'કેસરિયા', બ્રહ્માસ્ત્ર |
| બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર | જયશ્રી સાઉદી વેલ્લાક્કા, 'ચાયુમ વેઇલ', બોમ્બે |
| બેસ્ટ કોરિયોગ્રાફી | જાની માસ્ટર અને સતીશ કૃષ્ણન, 'મેઘમ કારુકથા', તિરુચિત્રંબલમ |
| બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન | આનંદ કૃષ્ણમૂર્તિ, પોનીયિન સેલવાન - ભાગ 1 |
| બેસ્ટ એડિટિંગ | મહેશ ભુવનંદ, અટ્ટમ |
| સ્પેશિયલ જ્યુરી એવોર્ડ | મનોજ બાજપેયી, ગુલમહોર અને સંજય ચૌધરી, કાધિકન |
| બેસ્ટ સિનેમેટોગ્રાફી | રવિ વર્મન, પોન્નિયન સેલ્વન |
| બેસ્ટ સ્ક્રિનપ્લે | આનંદ એકરશી, અટ્ટમ |
|
બેસ્ટ ડાયલોગ રાઇટર |
અર્પિતા મુખર્જી અને રાહુલ વી ચિત્તેલા, ગુલમહોર |
|
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન |
આનંદ અધ્યાય, અપરાજિતો |
|
બેસ્ટ એક્શન કોરિયોગ્રાફી |
અનબરીવ, KGF ચેપ્ટર 2 |
|
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ |
સોમનાથ કુંડુ, અપરાજિતો |
|
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન |
નિકી જોશી, કચ્છ એક્સપ્રેસ |
| બેસ્ટ તેલુગુ ફિલ્મ | કાર્તિકેય 2 |
| બેસ્ટ તમિલ ફિલ્મ | પોનીયિન સેલવાન - ભાગ 1 |
| બેસ્ટ પંજાબી ફિલ્મ | બાગી દી ધી |
| બેસ્ટ ઉડિયા ફિલ્મ | દમન |
| બેસ્ટ મલયાલમ ફિલ્મ | સાઉદી વેલાક્કા CC.225/2009 |
| બેસ્ટ મરાઠી ફિલ્મ | વાલવી |
| બેસ્ટ કન્નડ ફિલ્મ | KGF: ચેપ્ટર 2 |
| બેસ્ટ હિન્દી ફિલ્મ | ગુલમોહર |
| બેસ્ટ તિવા ફિલ્મ | સિકૈસલ |
| બેસ્ટ બંગાળી ફિલ્મ | કાબેરી અંતર્ધાન |
| બેસ્ટ આસામી ફિલ્મ | ઈમુથી પુથી |






