મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Kartik-Sreeleelaની અપકમિંગ ફિલ્મ વિશે ચાલી રહી છે અટકળો, જાણો દિગ્દર્શકે શું કહ્યું 

કાર્તિક અને શ્રીલીલાની આગામી ફિલ્મની સ્ક્રીપ્ટ વિશે ચર્ચા ચાલી રહી છે. જેમાં કહેવામાં આવ

Kartik-Sreeleelaની અપકમિંગ ફિલ્મ વિશે ચાલી રહી છે અટકળો, જાણો દિગ્દર્શકે શું કહ્યું 

કાર્તિક અને શ્રીલીલાની આગામી ફિલ્મની સ્ક્રીપ્ટ વિશે  ચર્ચા ચાલી રહી છે. જેમાં કહેવામાં આવે છે કે આ ફિલ્મની સ્ટોરી પણ Saiyaara જેવી છે. તેથી અટકળો ચાલી રહી છે કે દિગ્દર્શક કદાચ આ સ્ક્રીપ્ટમાં ફેરફાર કરી શકે છે.

જાણો શું કહ્યું અનુરાગ બાસુએ

કાર્તિક અને શ્રીલીલાની આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરી રહ્ય છે. આ ફિલ્મની સ્ટોરીમાં પણ Saiyaaraની જેમ શ્રીલીલાને કોઈ બીમારી દર્શાવાયેલી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, આ બાબતે અનુરાગ બાસુએ આ અટકળો ફગાવતા કહ્યું છે કે, સ્ક્રીપ્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. 

આ ફિલ્મને Aashiqui 2ના સિક્વલમાં બનાવવાની હતી

રસપ્રદ વાત એ છે કે 'Saiyaara'ના દિગ્દર્શક મોહિત સૂરીએ જ 'Aashiqui 2' બનાવી હતી, અને કાર્તિક તથા શ્રીલીલાની ફિલ્મ મૂળ 'Aashiqui 3' તરીકે જ બનવાની હતી. જોકે, કોપીરાઈટ વિવાદને કારણે એ ટાઈટલ ફાઈનલ થયું ન હતું. આ સાથે જ, અનુરાગ બસુ અને Kartik Aaryan બંનેનાં વ્યસ્ત શિડયૂલના કારણે આ ફિલ્મનું શૂટિંગ રખડી પડયું છે. હવે શૂટિંગ ચોક્કસ ક્યારે શરુ થશે તે અંગે ફિલ્મની ટીમ કશું પણ કહેવા તૈયાર નથી. 

આ સમાચાર શેર કરો