100 કરોડની કમાણી કરનાર ફિલ્મ 'Saiyaara' કોરિયન ફિલ્મની નકલ? જાણો કોણે કર્યો આ દાવો

હલમાં જ રિલીઝ થયેલી Mohit Suriની ફિલ્મ 'Saiyaara'એ ખૂબ સારી સફળતા મેળવી છે. જેમાં નવા કલાકારોને પણ લાભ આપવામાં આવ્યો છે. આ ફિલ્મે રિલીઝના ચોથા દિવસે જ વિશ્વભરમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. યુવાનોમાં આ ફિલ્મને લઈ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેવામાં ઇન્ટરનેટ યુઝર્સ ફિલ્મ મેકર પર નકલનો આરોપ લગાવી રહ્યા છે. યુઝર્સ આ ફિલ્મ 2004ની કોરિયન ફિલ્મ 'A Moment To Remember'ની કોપી હોવાનો દાવો કરી રહ્યા છે.
2 અલગ Film અને એકસરખી Stories
રેડિટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના યુઝર્સનો દાવો છે કે, હાલમાં આવેલી 'Saiyaara' અને 2004ની કોરિયન ફિલ્મ 'A Moment To Remember' વચ્ચે ઘણી સમાનતાઓ છે. બંને ફિલ્મોની વાર્તા એક સરખી જ છે.
મોહિત સૂરીની ફિલ્મ 'Saiyaara' એક Angry Musician ક્રિશ કપૂર (Ahaan Panday) અને Reporter વાણી (Aneeta Padda)ની લવ સ્ટોરી પર બનાવામાં આવેલી છે. ફિલ્મમાં વાણીને અલ્ઝાઇમરનું નિદાન થાય છે. વાણી આ સંબંધને તોડી નાખવા માંગે છે, જ્યારે ક્રિશ તેની સાથે રહેવા માંગે છે. જ્યારે 2004માં સોન યે-જિન અને જંગ વૂ-સુંગ સ્ટારર કોરિયન ફિલ્મ 'A Moment To Remember'ની વાર્તા પણ આવી જ હતી.
'નકલ માટે પણ અકલની જરૂર હોય છે': યુઝર્સનો કટાક્ષ
એક યુઝરે લખ્યું, 'તો શું Saiyaara' 'A Moment To Remember' પર આધારિત છે? Mohit Suri અને સાઉથ કોરિયન ફિલ્મોની નકલ કરવાની તેમની ઝંખના. "I Saw The Devil"ના એડોપ્શન તરીકે "Ek Villain" સંપૂર્ણપણે અલગ હતી. કારણ કે એક બદલાની વાર્તા હતી જેમાં કોઈ સાઈડ પ્લોટ નહોતો, જ્યારે બીજી રોમેન્ટિક ડ્રામા હતી.'
તેમ જ, બીજા એક યુઝરે કહ્યું, 'હંમેશા યાદ રાખો કે દરેક ટોચના કલાકાર એકબીજાની નકલ કરે છે. પરંતુ આમ કરતી વખતે, પોતાનો ટચ આપવો પણ જરુરી હોય છે . જો તેની પાસે આવું કરવાની પ્રતિભા ન હોય, તો દરેક ફિલ્મ નિર્માતા બીજાના કામને ન્યાય આપી શકતો નથી અથવા તેની નકલ કરી શકતો નથી.'
અગાઉ પણ Mohit Suri આવ્યા હતા આરોપના ઘેરામાં
આ ઉપરાંત,Mohit Suri પર પહેલા પણ કોરિયન ફિલ્મોની નકલ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. તેમની ફિલ્મો 'Ek Villain' અને 'Mueder 2' પણ કોરિયન ફિલ્મોની નકલ હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે, તેમની સુપરહિટ ફિલ્મ 'Aashiqui 2' પણ લેડી ગાગા અને બ્રેડલી કૂપરની ફિલ્મ 'A Star Is Born'ની નકલ હોવાનું કહેવાય છે.

