Saiyaara હિટ થયા પછી એક્ટ્રેસ અનિતા પડ્ડા OTT પર કરશે ડેબ્યૂ, આ Web Seriesમાં જોવા મળશે
Saiyaara ફિલ્મ હિટ થયા બાદ તેના કલાકારની પણ સારી એવી ચર્ચાઓ થવા લાગી છે. તેવામાં

Saiyaara ફિલ્મ હિટ થયા બાદ તેના કલાકારની પણ સારી એવી ચર્ચાઓ થવા લાગી છે. તેવામાં એક નવા સમાચાર અનુસાર ફિલ્મની એક્ટ્રેસ અનિતા પડ્ડા હવે Web Series 'ન્યાય'માં પણ જોવા મળશે. Saiyaara ફિલ્મ હિટ થયા બાદ તેની એક્ટ્રેસ અનિતા પડ્ડાને ફિલ્મ અને વેબ સિરીઝની અનેક ઓફર મળી રહી છે.
અનિતા પડ્ડા Web Seriesમાં કરશે એક્ટિંગ
નિત્યા મહેરા તથા કરણ કાપડિયાના દિગ્દર્શન હેઠળ બની રહેલી Web Series 'ન્યાય'માં અનિતા પડ્ડા દેખાશે. જેમાં તેની સાથે સહકલાકાર તરીકે ફાતિમા સના શેખ જોવા મળશે. ફાતિમા સના શેખ અગાઉ કોર્ટ રુમ ડ્રામામાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. આ Seriesમાં ફાતિમા સના શેખ, મોહમ્મદ ઝિશાન અયુબ, રઘુવીર યાદવ અને રાજેશ શર્મા સહિતના કલાકારો પણ જોવા મળશે.
Saiyaara પહેલા જ કર્યો હતો કોન્ટ્રાક્ટ સાઈન
અનિતા પડ્ડાએ આ Web Series, 'Saiyaara' પહેલાં સાઈન કરી હતી અને તેણે બહુ લાંબા સમય પહેલાં તેનું શૂટિંગ પણ પૂર્ણ કરી દીધું હતું. Web Seriesમાં અનિતા એક ધર્મગુરુ દ્વારા જાતીય શોષણનો શિકાર બનેલી તરુણીની ભૂમિકા ભજવી રહી છે. ફાતિમા સના શેખ આ સીરિઝમાં એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. એટલે કે, 'ક્રિમિનલ જ્સ્ટીસ'ની જેમ આ સીરિઝ પણ કોર્ટ રુમ ડ્રામા હશે.






