મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોશિયલ મીડિયા X પર કેમ ટ્રેન્ડ થયું #Remove_Fix_Pay_in_Gujarat? જાણો શું છે માંગ

સોશિયલ મીડિયા X પર રવિવારે #Remove_Fix_Pay_in_Gujarat ટ્રેન્ડ થઇ રહ્યું છે. અત્યાર સુધી એક લાખથી વધુ લોકોએ આ

સોશિયલ મીડિયા X પર કેમ ટ્રેન્ડ થયું #Remove_Fix_Pay_in_Gujarat? જાણો શું છે માંગ
સોશિયલ મીડિયા X પર રવિવારે #Remove_Fix_Pay_in_Gujarat ટ્રેન્ડ થઇ રહ્યું છે. અત્યાર સુધી એક લાખથી વધુ લોકોએ આ હેશટેગ સાથે પોસ્ટ કરી છે. વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે હટાવવાની માંગ કરી રહ્યાં છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સૌથી ઓછું ફિક્સ પે વેતન આપવામાં આવે છે જેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે.   સીધી ભરતીમાં 5 વર્ષ માટે ફિક્સ પગારની નીતિનો વિરોધ    માન્ય ભરતી બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉમેદવાર સમકક્ષ અથવા ઉપલી કેડરમાં નોકરીએ લાગે ત્યારે તેણે અગાઉના સંવર્ગમાં આપેલી સેવાને રજા, પગાર અને નિવૃતિના લાભ સંબંધમાં હાલની સેવા સાથે નહીં જોડવાથી તેની ફિક્સ પગારી સેવાનો ગાળો ખરા અર્થમાં 5 વર્ષથી ઘણો વધુ થાય છે. સરવાળે યુવાનીના 10 વર્ષ તો ફિક્સ પગારમાં નીકળી જાય છે. ફિક્સ પગારમાં પાંચ વર્ષ બાદ નિયમિત પગાર ધોરણમાં આવ્યા તારીખે કર્મચારીને પાંચ ઇજાફાની ગણતરીને ધ્યાને રાખ્યા વગર જ પગાર બાંધણી કરવામાં આવવાથી કૂલ છ ઇજાફા ભવિષ્યની અસર સાથે અટકાવવા સમાન બની રહે છે. જે મોટામાં મોટી સજા છે. ઉપરાંત આટલું મોટુ આર્થિક નુકસાન ક્યારેય પણ ભરપાઇ થઇ શકે નહીં.   માન્ય ભરતી બોર્ડ દ્વારા જ વર્ગ 3માં સીધી ભરતીમાં અજમાયશી ગાળો એક વર્ષનો હોય છે જ્યારે માન્ય ભરતી બોર્ડ દ્વારા જ ફિક્સ પગારમાં સીધી ભરતીમાં અજમાયશી ગાળો પાંચ વર્ષનો રાખવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની તદ્દન વિરૂદ્ધ છે. વર્ષ 2012માં હાઇકોર્ટ દ્વારા આ નીતિ નાબુદ કરવા અંગેનો ચુકાદો અપાયો હતો પરંતુ તેની સામે સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી અને એક દાયકા બાદ પણ આ કેસ પેન્ડિંગ રહ્યો છે. ગુજરાતની ફિક્સ પગારની નીતિ અન્ય રાજ્યોની સરખામણીએ પણ ઘણી કઠોર અને ગુજરાતની અસ્મિતા અને ગૌરવને ઝાંખપ લગાડનારી હોવાથી રદ કરવા માંગણી કરવામાં આવી છે.   ક્યા રાજ્યમાં કેટલો બેઝિક પગાર  
રાજ્ય ગ્રેન્ડ પે (બેઝિક પગાર) મળતો પગાર
મહારાષ્ટ્ર 4,200 9,300થી 34,800
બિહાર 4,200 9,300થી 34,800
હરિયાણા 4,200 9,300થી 34,800
પંજાબ 4,600 10,300થી 34,800
ગુજરાત 1800 5,200થી 20,200
ઉત્તર પ્રદેશ 4,200 9,300થી 34,800
દિલ્હી 4,200 9,300થી 34,800
આસામ 4,200 9,300થી 29000
આંધ્ર પ્રદેશ 4,200 9,460થી 27,700
જમ્મુ કાશ્મીર 4,280 9,300થી 34,800
    સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોએ નારાજગી વ્યક્ત કરી     https://twitter.com/gujju_pm/status/1842814706983272535   https://twitter.com/popsilvi10/status/1842807825233571956   https://twitter.com/gujju_pm/status/1842825961865421272    

આ સમાચાર શેર કરો