બોલિવૂડનું કોરિયન સિનેમા સાથે 'Saiyaara', સલમાન-રણબીરની આ ફિલ્મો છે કોપી

ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડેએ ડેબ્યૂ ફિલ્મમાં જ મોટા મોટા સ્ટાર્સને પછાડ્યા છે. સૈયારા બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે માત્ર 6 દિવસમાં જ વર્લ્ડ વાઇડ 200 કરોડ કરતા વધુની કમાણી કરી લીધી છે. 'સૈયારા' ફિલ્મ મૂળ દક્ષિણ કોરિયાની ફિલ્મ અ મોમેન્ટ ટૂ રિમેમ્બર (A Moment to Remember) પરથી બનાવવામાં આવી છે.જોકે, આ પ્રથમ ફિલ્મ નથી જે સાઉથ કોરિયન ફિલ્મમાંથી બનાવવામાં આવી હોય. બોલિવૂડમાં કેટલીક હિટ ફિલ્મો છે જેની ઉઠાંતરી સાઉથ કોરિયન ફિલ્મમાંથી કરવામાં આવી છે. આવી જ કેટલીક ફિલ્મ વિશે જાણીયે...
આવારાપન (Awarapan, 2007):
મૂળ કોરિયન ફિલ્મ: A Bittersweet Life (2005)
ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહતી પરંતુ તેના ગીતો ખૂબ હિટ થયા હતા.
બરફી (Barfi!, 2012)
મૂળ કોરિયન ફિલ્મ: Lover’s Concerto (2002)
રણબીર કપૂર-પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડી'ક્રૂઝ અભિનીત આ ફિલ્મ સફળ રહી હતી. આ ફિલ્મની સ્ટોરી,અભિનયને દર્શકોએ વખાણી હતી.
ભારત (Bharat, 2019)
મૂળ કોરિયન ફિલ્મ: Ode to My Father (2014)
સલમાન ખાન અભિનીત આ ફિલ્મ ભારતના સ્વાતંત્ર્ય પછીના ઇતિહાસને એક સામાન્ય માણસની નજરે દર્શાવે છે.જોકે, બોક્સ ઓફિસ પર સફળ હોવા છતાં તે મૂળ ફિલ્મના આકર્ષણ અને ઊંડાણને પકડી શકી નહતી.
એક વિલન (Ek Villain, 2014)
મૂળ કોરિયન ફિલ્મ: I Saw the Devil (2010)
સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર અભિનીત આ ફિલ્મ એક રોમેન્ટિક થ્રિલર છે, જે મૂળ કોરિયન ફિલ્મની હિંસક શૈલીથી અલગ બોલિવૂડ સ્ટાઇલમાં રોમેન્ટિક વાર્તા કહે છે.
ઝિંદા (Zinda, 2006)
મૂળ કોરિયન ફિલ્મ: Oldboy (2003)
સંજય દત્ત અને જોન આબ્રાહમ અભિનીત આ ફિલ્મ પણ સાઉથ કોરિયન ફિલ્મની રિમેક છે.મૂળ ફિલ્મની તુલનામાં આ ફિલ્મ દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહી હતી.
જઝબા (Jazbaa, 2015)
મૂળ કોરિયન ફિલ્મ: Seven Days (2007)
ઐશ્વર્યા રાય બચ્ચન અને ઈરફાન ખાન અભિનીત આ ફિલ્મ એક વકીલની વાર્તા દર્શાવે છે જેની પુત્રીનું અપહરણ થાય છે આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
રાધે (Radhe, 2021)
મૂળ કોરિયન ફિલ્મ: The Outlaws (2017)
સલમાન ખાન અભિનીત આ ફિલ્મ એક પોલીસ અધિકારીની વાર્તા દર્શાવે છે જે ડ્રગ માફિયા સામે લડે છે.આ ફિલ્મને વિવેચકો તરફથી નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ધમાકા (Dhamaka, 2021)
મૂળ કોરિયન ફિલ્મ: The Terror Live (2013)
કાર્તિક આર્યન અભિનીત આ ફિલ્મ એક ન્યૂઝ એન્કરની વાર્તા દર્શાવે છે જે આતંકવાદી હુમલાને લાઇવ બ્રોડકાસ્ટ કરે છે.
પ્રેમ રતન ધન પાયો (Prem Ratan Dhan Payo, 2015)
મૂળ કોરિયન ફિલ્મ: Masquerade (2012)
સલમાન ખાન અને સોનમ કપૂર અભિનીત આ ફિલ્મ સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બની હતી. તે એક રાજવીની વાર્તા કહે છે.
મર્ડર 2 (Murder 2, 2011)
મૂળ કોરિયન ફિલ્મ: The Chaser (2008)
ઇમરાન હાશ્મી અભિનીત આ ફિલ્મ એક સાયકોલોજિકલ થ્રિલર છે. આ ફિલ્મમાં બોલિવૂડનો રોમેન્ટિક અને ડ્રામેટિક ટચ ઉમેરવામાં આવ્યો છે.
રોકી હેન્ડસમ(Rocky Handsome, 2016)
મૂળ કોરિયન ફિલ્મ: The Man From Nowhere (2010)
જોન અબ્રાહમ અભિનીત આ ફિલ્મ એક એક્શન થ્રિલર છે, જે એક ભૂજપૂર્વ એજન્ટની વાર્તા કહે છે જે નાની બાળકીને બચાવવા માટે ડ્રગ માફિયા સામે લડે છે.
સિંહ ઈઝ બ્લિંગ (Singh Is Bliing, 2015)
મૂળ કોરિયન ફિલ્મ: My Wife Is a Gangster 3 (2006)
અક્ષય કુમાર અભિનીત આ ફિલ્મ એક કૉમેડી-એક્શન ડ્રામા છે.

