મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અમિતાભ સહિતના આ જાણીતા બોલિવુડ સેલેબ્સના બંગલામાં ભરાયા પાણી...

મુંબઈમાં પાછલા 4-5 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભર

અમિતાભ સહિતના આ જાણીતા બોલિવુડ સેલેબ્સના બંગલામાં ભરાયા પાણી...

મુંબઈમાં પાછલા 4-5 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ત્યારે અહીં રહેલા ફિલ્મ સેલિબ્રિટીના બંગલાઓમાં પણ પાણી ભરાયાં હોવાના સમાચાર મળ્યા હતા. 

પ્રતિક્ષામાં ભરાયા પાણી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયો અનુસાર અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલોમાં પાણી ભરાયું હોવાનું દેખાય છે. અમિતાભનો આ બંગલો જૂહુમાં મેઈન રોડ પર જ છે અને તેથી રસ્તા પરનું પાણી તેના બંગલામાં પ્રવેશ્યું હતું અને જેને કારણે તેના બંગલાના આવવા જવાના રસ્તામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. 

અન્ય સેલેબ્સના બંગલામાં પણ ભરાયા પાણી

બીજી તરફ અજય દેવગણ અને રાની મુખર્જી તથા સની દેઓલ સહિતના સેલેબ્સના બંગલામાં પણ પાણી ભરાયાં હતાં. બોલીવૂડના નવી પેઢીના મોટાભાગના કલાકારો હાઈ રાઈઝ એપાર્ટમેન્ટસમાં જ રહે છે. જોકે, હજુ પણ કેટલાક કલાકારો પોતાના અલાયદા બંગલામાં રહેવાનું પસંદ કરે છે. તેમને ત્યાં દર વરસાદી સીઝન વખતે પાણી ભરાતાં હોવાના વિડીયો વાયરલ થાય છે.

આ સમાચાર શેર કરો