Bollywoodની ફિલ્મ 'Kuku Ki Kundali'થી પ્રખ્યાત YouTuber કરશે અભિનેતા તરીકે ડેબ્યુ

સોર્સ : Google
કરણ જોહરની નવી ફિલ્મ 'Kuku Ki Kundali'નું શૂટિંગ આ વર્ષના અંતથી શરુ થશે. આ ફિલ્મ રોમાન્ટિક કોમેડી થીમ પર બનાવવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે. 'Gunjan Saxena: The kargil Girl' અને 'Mr. & Mrs. Mahi' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનારા Sharan Sharmaને આ ફિલ્મનું સુકાન સોંપાયું છે.
કોણ છે 'Kuku Ki Kundali'નો હિરો ?
કરણ જોહરની આ ફિલ્મ 'Kuku Ki Kundali'માં જાણીતા YouTuberને રોલ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં Wamiqa Gabbiની સાથે ડેબ્યુ કરશે YouTubeના જાણીતા કલાકાર Bhuvan Bam. Bhuvan Bam અગાઉ પણ એક OTT સીરિઝમાં રોલ કરી ચૂક્યો છે. જોકે, Full-fledged હિરો તરીકે તેની આ પહેલી ફિલ્મ હશે. બીજી તરફ Wamiqa Gabbi ન્યૂ જનરેશનની લોકપ્રિય એકટ્રેસ તરીકે સેટ થઈ ચૂકી છે. તેથી જોવાનું રહ્યું કે Viewersમાં આ ફિલ્મ માટે કોવી પ્રતિક્રીયા જોવા મળે છે.

