Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Seeing the back side video, Neha Dhupia flared up, teasing the paparazzi

VIDEO: 'ખરાબ રીતે બેકશોટ લેવાનું બંધ કરો', પાપારાઝીઓ પર ભડકી NEHA DHUPIA

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈમાં નેહા ધૂપિયાનો પાછળથી વીડિયો બનાવતા ફોટોગ્રાફર્સ પર ગુસ્સો જોવા મળ્યો. તેણે કહ્યું, "મારો જ નહીં, કોઈપણ છોકરીનો પાછળથી વીડિયો ન બનાવો." નેહાના આ વીડિયો પર સોનાક્ષી સિંહાએ પણ 'વેલ ડન નેહા' કહી તેને ટેકો આપ્યો. સોનાક્ષી પણ અગાઉ ફોટોગ્રાફર્સથી નારાજ થઈ હતી.

App Store

બોલિવૂડની હિરોઈન નેહા ધૂપિયા આજકાલ પોતાની ફિલ્મોને બદલે પોતાની અંગત જિંદગીની કહાનીઓને કારણે વધારે ચર્ચામાં છે. હવે નેહાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાપારાઝીઓ પર ભડકી રહી હોવાનું દેખાય છે.

નેહાએ આ વીડિયોમાં પોતાની બેક સાઈડથી બનાવવામાં આવેલા વીડિયો બાબતે ભારે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે:

"યે બેક સાઈડ કે વીડિયો કૌન બનાતા હૈ તુમ લોગોં મેં સે? બંદ કરો યે સબ. મેરા હી નહીં, કિસી ભી લડકી કા પીછે સે વીડિયો મત બનાઓ. બાર-બાર બોલતે-બોલતે હમ થક ગયે હૈં. કભી બેગ ઉઠાકર, કભી કિતાબ પકડકર તો કભી પીછે ચલતે હુએ વીડિયો બનાતે હો. અબ યે સબ નહીં ચલેગા. ઇસે બંદ કરો. આપ લોગોં સે હમેશા ઇજ્જત સે બાત કરતે હૈં, ઇસલિયે ઐસા મત કિયા કરો."

નેહા ધૂપિયાના આ વીડિયો પર કોમેન્ટ કરતાં સોનાક્ષી સિંહાએ ફોટોગ્રાફર્સ પર પોતાનો રોષ ઉતારી રહેલી નેહાને બિરદાવતાં જણાવ્યું હતું કે, "વેલ ડન નેહા." ઉલ્લેખનીય છે કે અગાઉ સોનાક્ષી સિંહા તેના પિતા શત્રુઘ્ન સિંહા અને પતિ ઝહીર સાથે એકસાથે દેખાતાં પાપારાઝીઓ તેમને કેમેરામાં કેદ કરવા દોડ્યા હતા, જેને કારણે સોનાક્ષી સિંહા પણ ફોટોગ્રાફર્સ પર રોષે ભરાઈ હતી.