મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Video: દશેરા પર સારા અલી ખાને સ્વર્ણ મંદિરમાં માથુ ટેકાવ્યું: અરદાસ કરતી વખતે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

સોર્સ: gstv

સારા અલી ખાન અને આયુષ્યમાન ખુરાના પોતાની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ ‘ઉડતા તીર’ 23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલાં ગત મંગળવારે, 20 ઓક્ટોબરે દશેરાના અવસરે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન અમૃતસરના સ્વર્ણ મંદિર (ગોલ્ડન ટેમ્પલ) પહોંચ્યા હતાં. ફિલ્મની રિલીઝ પહેલાં બંને કલાકારોએ સ્વર્ણ મંદિરમાં માથુ નમાવીને આશીર્વાદ લીધા અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ સમયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

સ્વર્ણ મંદિરમાં માથુ ટેકવા દરમિયાન સારા અલી ખાન સફેદ રંગનો સૂટ પહેરેલી દેખાઈ હતી. તો વળી આયુષ્યમાન ખુરાનાએ સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો. જો કે, આ બધાની વચ્ચે સારાનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. વીડિયોમાં અભિનેત્રી ગુરુદ્વારામાં અરદાસ (પ્રાર્થના) કરતી વખતે ભાવુક નજરે પડી રહી છે.

સારાએ સ્વર્ણ મંદિરમાં નમાવ્યું માથુ

સ્વર્ણ મંદિરમાં માથુ ટેકવા અને આશીર્વાદ લેવા દરમિયાન સારા અલી ખાન ખૂબ ભાવુક નજરે પડી. તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારના પ્રતિભાવો આપી રહ્યા છે.

સારા અલી ખાનના વીડિયો પર લોકોએ આપ્યા પ્રતિભાવો

આ વીડિયો પર ટિપ્પણી કરતા કેટલાક લોકોએ સારા અલી ખાનના આંસુને નાટક ગણાવ્યું. કેટલાક લોકો લખી રહ્યા છે કે સારા અલી ખાનની ઓવરએક્ટિંગ અહીં પણ નથી રોકાઈ રહી. તો વળી કેટલાકે આને ભક્તિ અને શ્રદ્ધાની શક્તિ ગણાવી. સારા અને આયુષ્યમાનનો આ વીડિયો વિતેલા મંગળવારથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સ્વર્ણ મંદિરમાં શીશ નમાવ્યા પછી સારાએ આયુષ્યમાન ખુરાના સાથે પોતાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી. તસવીરમાં બંને કલાકારો સફેદ રંગના કપડાંમાં એકસરખા લુકમાં નજરે પડી રહ્યા છે. બંનેએ હાથ જોડેલા છે અને સારાએ ગુરુદ્વારાની પરંપરાનું સન્માન કરતા પોતાના માથા પર દુપટ્ટો ઓઢી રાખ્યો છે. આ તસવીરમાં બંનેનો સાદગીભર્યો અંદાજ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો