મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણમાં દશેરાએ શસ્ત્રપૂજનની પરંપરા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વિજયાદશમીના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. સિદ્ધપુર નજીક આવેલા એક ફાર્મ ખાતે સમસ્ત સિદ્ધપુર પંથકના રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિધિવત્ પૂજન-અર્ચના સાથે શસ્ત્રપૂજન કરી પરંપરાનું જતન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પણ શસ્ત્રપૂજન કર્યું હતું. બીજી તરફ, પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ દશેરા નિમિત્તે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ સમાચાર શેર કરો