Video: ભાવનગરમાં દશેરાએ ઠેરઠેર શસ્ત્રપૂજન

ભાવનગર શહેરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. રાજપૂત સમાજના વિવિધ સંગઠનો, ગરાસિયા સમાજ, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોએ પરંપરા મુજબ શસ્ત્રપૂજન કર્યું હતું. નવાપરા ખાતે આવેલી રાજપૂત સમાજની વાડીમાં ગરાસિયા સમાજ દ્વારા શસ્ત્રપૂજન યોજાયું હતું, જે પહેલાં ક્ષત્રિય યુવાનોએ શહેરમાં બાઈક રેલી યોજી હતી. બીજી તરફ, નવાપરા ડીએસપી કચેરી ખાતે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ જવાનોએ શસ્ત્રપૂજન કર્યું હતું. જ્યારે હોમગાર્ડ કચેરી ખાતે પણ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. દશેરાના પર્વે શસ્ત્રપૂજન દ્વારા શૌર્ય, પરંપરા અને સત્યના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો.





