Video: ભાવનગરમાં તહેવારો નિમિત્તે ખાદ્ય ખોરાકમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગ એક્શનમાં: જલેબી-મીઠાઈના સેમ્પલ લેવાની ડ્રાઇવ શરૂ કરાઈ

નવરાત્રી અને દશેરાના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે….ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ જોષીના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન શહેરમાં જલેબી અને વિવિધ મીઠાઈઓનું વેચાણ મોટા પ્રમાણમાં વધતું હોવાથી ખાણી-પીણીની દુકાનોમાં સરપ્રાઇઝ સરવેલન્સ અને સેમ્પલિંગ કામગીરી શરૂ કરાઈ છે. આ ઝુંબેશ હેઠળ કાળાનળાથી લઈને નીલમબાગ સર્કલ અને આરટીઓ રોડ સુધીના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમોએ ચેકિંગ હાથ ધરી સેમ્પલ લીધા છે. તંત્રનો મુખ્ય હેતુ પ્રજાને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.




