Video: દશેરાએ PM મોદીએ ગણાવ્યા દેશના ત્રણ દુશ્મન

દિલ્હીના આઈપી એક્સ્ટેન્શન સ્થિત ડીડીએ ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે દશેરા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપ્યો હતો. રાવણ દહન બાદ સંબોધન કરતાં તેમણે દેશના ત્રણ પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશના માન-સન્માનને નુકસાન પહોંચાડતી શક્તિઓ, સમાજમાં ભાગલા પાડતી વિચારધારા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નફરત રાખતી માનસિકતાનો સામનો કરવા સૌએ એક થવું પડશે. વડાપ્રધાને ભગવાન શ્રીરામના આદર્શોનો ઉલ્લેખ કરતાં ન્યાય, સમાન તક અને જનકલ્યાણને મહત્વ આપ્યું હતું. તેમણે ગરીબો અને વંચિતોની સેવા કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.








