ખરેખર! ફિલ્મમાં કિરદાર ભજવવા સ્લમમાં રહી આ હિરોઈન...
એકટ્રેસ દિવ્યા ખોસલાએ દાવો કર્યો છે કે, 'Ek Chatur Naar' ફિલ્મના તેના રોલની તૈયારી માટ

એકટ્રેસ દિવ્યા ખોસલાએ દાવો કર્યો છે કે, 'Ek Chatur Naar' ફિલ્મના તેના રોલની તૈયારી માટે તે થોડા સમય માટે એક સ્લમમાં રહી હતી. આ ફિલ્મમાં દિવ્યા ખોસલા સાથે એક્ટર નીલ નીતિન મુકેશ પણ પાત્ર ભજવશે. જેના શૂટિંગમાં અભિનેત્રીને સારો રોલ કરવા માટે ઝૂંપડીમાં પણ રહેવું પડ્યું હતું.
Role માટે કરી તૈયારી
દિવ્યાના જણાવ્યા અનુસાર, કેટલાંક નિરીક્ષણો તથા બોલચાલની ઢબ શીખવા અને અન્ય દેખાવ અને રહેવાની રીતને સમજવા વગેરેના અભ્યાસ માટે પોતે લખનઉની એક સ્લમમાં રહી હતી. આ દરમિયાન તેણે સ્લમના લોકો કેવી હાલાકીઓ વચ્ચે પોતાનું જીવન ગુજારે છે તેનો જાતે અનુભવ કર્યો હતો. દિવ્યાએ ફિલ્મનો પોતાનો ડિ ગ્લેમરાઈઝ્ડ લૂક પણ પ્રગટ કર્યો છે.
નીલ નીતિન મુકેશ પણ હશે આ ફિલ્મમાં
'Oh My God!' તથા '102 Not Out' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ઉમેશ શુક્લાએ આ ફિલ્મ બનાવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મોમાં બહુ ઓછો દેખાયેલો કલાકાર નીલ નીતિન મુકેશ પણ આ ફિલ્મ દ્વારા લાંબા સમયે પડદા પર દેખાવાનો છે. તેથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.






