Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranveer Singh's 'Dhurandhar' franchise creates history by earning ₹3000 crore

VIDEO: Ranveer Singhની 'Dhurandhar' ફ્રેન્ચાઈઝીએ ₹3000 કરોડની કમાણી સાથે રચ્યો ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Dhurandhar Franchise Crosses ₹3000 Crore Worldwide : આદિત્ય ધરની સ્પાય થ્રિલર 'ધુરંધર 2: ધ રિવેન્જ' બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. રીલીઝના 25મા દિવસે પણ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખી છે. આ ફિલ્મે ભારતની પ્રથમ એવી ફિલ્મ ફ્રેન્ચાઈઝી બનવાનું બહુમાન મેળવ્યું છે જેણે બંને ભાગ મેળવીને વિશ્વભરમાં રૂ. 3,000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોય.

App Store

અત્યાર સુધી ભારતની અન્ય કોઈ પણ બે કે ત્રણ ભાગવાળી ફિલ્મ સિરીઝે ભેગા મળીને આટલી કમાણી નથી કરી:

બાહુબલી ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 2,400 કરોડની આસપાસ છે.

KGF ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 1,500 કરોડની આસપાસ છે.

ભારતમાં 1000 કરોડ પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ

આટલું જ નહીં રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે ભારતમાં રૂ. 1083.67 કરોડની કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે 'બાહુબલી 2' ના ઘરેલું કલેક્શનને પણ મ્હાત આપી છે. હવે રણવીરની નજર અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' ના રેકોર્ડ પર છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે ખાડી દેશોમાં રીલીઝ થયા વગર અને કોઈ ચાઈનીઝ બોક્સ ઓફિસના સપોર્ટ વગર આ સિદ્ધિ મેળવી છે.

ભારતીય ફિલ્મોનું ઘરેલું કલેક્શન (India Net)

1.  પુષ્પા 2: ધ રૂલ: ₹1234.10 કરોડ

2.  ધુરંધર 2: ₹1083.67 કરોડ (ચાલુ)

3. બાહુબલી 2: ₹1030.42 કરોડ

4. KGF: ચેપ્ટર 2: ₹859.70 કરોડ

વર્લ્ડવાઈડ કલેક્શનમાં ધૂમ, અલ્લુ અર્જુનનો રેકોર્ડ તૂટશે 

વિશ્વભરમાં 'ધુરંધર 2' એ રૂ. 1712.98 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે તે ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જે રીતે રવિવારે કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે, તે જોતા લાગે છે કે ટૂંક સમયમાં જ તે 'પુષ્પા 2' ના રૂ.1742 કરોડના ગ્લોબલ રેકોર્ડને પણ ધૂળ ચટાડશે.