કૃતિ સેનનને ટ્રોલ કરનાર કંગના રણૌત પોતે જ ફસાઈ! જૂનો બોલ્ડ લુક વાયરલ થતાં લોકોએ કરી ટ્રોલ

અભિનેત્રી અને સાંસદ કંગના રણૌત અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં રક્ષાબંધનના એક જ્વેલરી બ્રાન્ડના એડમાં અભિનેત્રી કૃતિ સેનન દ્વારા પહેરવામાં આવેલા બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને રિવિલિંગ લુક પર કંગનાએ સવાલો ઉઠાવ્યા હતા. આ વિવાદ વધતા બ્રાન્ડે પોતાની જાહેરાત સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી હતી. જોકે, રાહુલ ગાંધીએ આ મામલે કૃતિ સેનનનો સપોર્ટ કર્યો હતો.
કંગનાનો જૂનો સ્ટ્રેપલેસ લુક વાઈરલ
કૃતિના કપડાં અંગે કંગનાએ સવાલો ઉઠાવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે કંગના રણૌતના જ જૂના બોલ્ડ લુક્સ શોધી કાઢ્યા છે. કંગનાએ કેડેડાઈટ્સ (જ્વેલરી બ્રાન્ડ) 'નક્ષત્ર' માટે કરેલા એક જૂના રક્ષાબંધનના વિજ્ઞાપનનો ફોટો ઇન્ટરનેટ પર ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ પોસ્ટરમાં કંગના પોતે વન-ઓફ-શોલ્ડર, સ્ટ્રેપલેસ અને ડીપ નેકલાઇન વાળા આઉટફિટમાં જોવા મળી રહી છે. યુઝર્સ હવે કંગનાના આ જૂના લુકની સરખામણી તેના કૃતિ પર કરેલા તાજેતરના નિવેદન સાથે કરી રહ્યા છે.
કુનિકા સદાનંદનો તીખો કટાક્ષ: 'તેરા કુત્તા ટૉમી?'
અભિનેત્રી કુનિકા સદાનંદે કંગના રણૌત પર આ મામલે જોરદાર નિશાન સાધ્યું છે. કુનિકાએ કંગનાનું એ વાઈરલ પોસ્ટર શેર કરીને કટાક્ષ કરતાં લખ્યું હતું કે, "મેરા કુત્તા… કુત્તા, તેરા કુત્તા ટૉમી??" કુનિકાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે અને લોકો કંગનાને ઘેરી રહ્યા છે. જોકે, આ વિવાદ અને કટાક્ષ અંગે કંગના રણૌત તરફથી હજુ સુધી કોઈ

