Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Would a brother wear a bikini and tie a rakhi?" Kriti Sanon jumps into controversy Kangana, political uproar over Rahul Gandhi's statement

"કોણ બિકિની પહેરીને ભાઈને રાખડી બાંધે?" કૃતિ સેનન વિવાદમાં કૂદી કંગના, રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય ઘમાસાણ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
"કોણ બિકિની પહેરીને ભાઈને રાખડી બાંધે?" કૃતિ સેનન વિવાદમાં કૂદી કંગના, રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય ઘમાસાણ
સોર્સ : gstv

એક્ટ્રેસ કૃતિ સેનન તાજેતરમાં એક જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધનની વિજ્ઞાપનમાં પોતાના પહેરવેશ અને નેકલાઇનને કારણે સોશિયલ મીડિયા પર સખત ટ્રોલ થઈ રહી છે. કેટલાક લોકો તેની નેકલાઇનને લઈને આકરા પ્રહારો કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા યુઝર્સ તેના સમર્થનમાં પણ આવ્યા છે. રક્ષાબંધન જેવા તહેવાર પર આ પ્રકારના કપડાં પહેરવાને લઈને શરૂ થયેલો આ વિવાદ હવે બોલિવૂડથી લઈને રાજકારણ સુધી પહોંચી ગયો છે.

App Store

રાહુલ ગાંધીએ કર્યું સમર્થન: 'કપડાંની પસંદગી મહિલાનો અધિકાર'

આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કૃતિ સેનનના સમર્થનમાં આવ્યા હતા. ટીકાકારો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "મહિલાએ શું પહેરવું તે સંપૂર્ણપણે તેની પોતાની પસંદગી હોવી જોઈએ. મહિલાઓની આઝાદી પર તેમને આ રીતે ટ્રોલ કરવાનું બંધ કરો." આ ઉપરાંત રાહુલ ગાંધીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 'Smash the Patriarchy' (પિતૃસત્તાનો અંત કરો) લખીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

Rahul-gandhi.jpg

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપના સાંસદ અને એક્ટ્રેસ કંગના રાણાવતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. કંગનાએ પોતાની સ્ટોરીમાં એક કાર્ટૂન શૅર કર્યું હતું જેમાં એક છોકરો પિતૃસત્તા ખતમ કરવાની વાત કરે છે અને છોકરી તેને રોકીને કહે છે કે "બ્રો, રોકો, ભારત માતા કી જય શરૂ કરીએ".

કૃતિની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કંગનાએ લખ્યું હતું કે, "મહિલાઓ માટે આ એક શાનદાર સમય છે, આપણી અલમારીઓ વિવિધ કપડાંથી ભરેલી છે. આજેની મહિલા ગ્લોબલ મહિલા છે. કોકટેલ ડ્રેસથી લઈને લહેંગા-ચોલી, જીન્સથી લઈને સાડી અને બિકિનીથી લઈને સલવાર-કમીઝ સુધી બધું જ તેની અલમારીમાં છે." જોકે, તેણે ઉમેર્યું કે આ વિજ્ઞાપન ઇરાદાપૂર્વક અસહજ કરનારું લાગે છે અને સવાલ ઉઠાવ્યો હતો કે, "કોઈ છોકરી પોતાના ભાઈને બિકિની પહેરીને રાખડી શા માટે બાંધશે?"

Kangna-1.jpg

ભાજપનો રાહુલ ગાંધી પર ધર્મ આધારિત રાજકારણનો આક્ષેપ

બીજી તરફ ભાજપે પણ પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીની ટીકા કરી હતી. ભાજપે આક્ષેપ કર્યો કે જ્યારે મનુસ્મૃતિ અને હિંદુ મહિલાઓની વાત આવે ત્યારે રાહુલ ગાંધી પિતૃસત્તા ખતમ કરવાની વાત કરે છે, પરંતુ જ્યારે હિજાબ અને અબાયાની વાત આવે છે ત્યારે એ જ સિદ્ધાંત અચાનક તેમની પસંદગીની આઝાદીમાં બદલાઈ જાય છે. ભાજપે સવાલ પૂછ્યો હતો કે શું રાહુલ ગાંધીની પિતૃસત્તા સામેની લડાઈ માત્ર પસંદગીની અને ધર્મ આધારિત છે? જો તેમનો ધ્યેય મહિલા સશક્તિકરણ હોય તો ધર્મથી પર થઈને દરેક મહિલા માટે એક જ માપદંડ હોવો જોઈએ.