Birthday Special / એન્જિનિયરમાંથી બની એક્ટ્રેસ, 24 વર્ષની ઉંમરે કર્યું ડેબ્યુ; 7 વર્ષ પછી જીત્યો નેશનલ એવોર્ડ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત સ્ટારડમ અને નામના મેળવતા પહેલા, બોલીવૂડની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી એ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત સ્ટારડમ અને નામના મેળવતા પહેલા, બોલીવૂડની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી એક્ટ્રેસ ભીની આંખો સાથે રેમ્પ વોકની વચ્ચે ઉભી હતી. તે સમયે તેને ખબર નહતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. પરંતુ, તેણે હાર ન માની અને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. આજે, તે બોલીવૂડની ટોપ એક્ટ્રેસ, નેશનલ એવોર્ડ વિનર અને બિઝનેસવુમન છે. જોકે, તેની સફર ફક્ત રેડ કાર્પેટ અને સ્પોટલાઇટ સુધી મર્યાદિત નહતી. તેણે તાપસી પન્નુ, અમીષા પટેલ, રકુલ પ્રીત સિંહ અને વિદ્યા બાલનની જેમ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી ગ્લેમરની દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી. એક્ટ્રેસે એન્જિનિયરિંગનો માર્ગ છોડી દીધો અને એક્ટિંગમાં કમાલ કરી.
એન્જિનિયરિંગ કરનારી આ છોકરી ટોપ એક્ટ્રેસ બની
27 જુલાઈ 1990ના રોજ એક મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલી, કૃતિ સેનનના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને માતા પ્રોફેસર હતા. કૃતિ બાળપણથી જ ફિલ્મ જગતમાં કામ કરવા માંગતી હતી. તેણે 2014 મહેશ બાબુ સાથેની તેલુગુ ફિલ્મ '1: નેનોક્કાડીન' થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેણે તેને ઓળખ અને બોલિવૂડમાં પ્રવેશવાની તક આપી હતી. તે જ વર્ષે, તેણે ટાઈગર શ્રોફ સાથે 'હીરોપંતી' થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો.
સફળતા પહેલા અભિનેત્રીની આ હાલત હતી
એક ફાર્મહાઉસમાં શરૂઆતના મોડેલિંગ અસાઇનમેન્ટ દરમિયાન, રેમ્પ વોક દરમિયાન કૃતિની હીલ ભીના કાદવમાં ફસાઈ ગઈ. આ પછી, તેના કોરિયોગ્રાફરે તેને બધાની સામે ખૂબ ઠપકો આપ્યો હતો. એક્ટ્રેસે પોતે ખુલાસો કરતા કહ્યું હતું, "મને અપમાનિત લાગ્યું... હું ત્યાં જ રડી પડી." પરંતુ, તે ક્ષણે તેને વધુ મજબૂત બનાવી.
'મિમી' એ જીવન બદલી નાખ્યું
'દિલવાલે', 'બરેલી કી બરફી', 'લુકા છુપી' અને 'રાબતા' જેવી ફિલ્મોમાં કામ કરનારી કૃતિને 'મિમી' (2021) માટે તેનો પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો, જેમાં તેણે સરોગેટ મધરની ભૂમિકા ભજવી હતી. તેના 11 વર્ષના ફિલ્મી કરિયરમાં, કૃતિએ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આ સાથે, તે ફિલ્મ 'દો પટ્ટી' થી નિર્માતા પણ બની છે. તેણે 'આદિપુરુષ', 'ભેડિયા', 'ગણપત', 'તેરી બાતેં મેં ઐસા ઉલઝા જિયા' અને 'શહેજાદા' માં પણ કામ કર્યું છે.






