Hera pheri 3નો વિવાદ પર Akshay Kumarએ કરી સ્પષ્ટતા, જાણો શું છે હકીકત

Akshay Kumar, Paresh Rawal અને Sunil Shettyની ફિલ્મ Hera Pheri 3 હાલમાં તેના વિવાદને લઈ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ અગાઉ તેના સિક્વન્સના ભાગોની જેમ જ કોમેડી અને હાસ્યથી ભરપૂર હશે તેવું ફેન્સનું માનવું છે. પણ થોડા સમયથી Herapheri 3ના કલાકારોને લઈ ઘણા વિવાદો ચાલી રહ્યા હતા. અમુક લોકોનું માનવું છે કે આ વિવાદો માત્ર Publicity Stunt હતા. જે બાબતે ફિલ્મ કલાકાર Akshay Kumarએ સ્પષ્ટતા કરી છે.
શું Hera pheri 3નો વિવાદ ખરેખર Publicity Stunt હતો?
Hera Pheri 3ના વિવાદને લઈ ઘણા વિવાદો ચાલી રહ્યા હતા. જેમ કે, Paresh Rawalએ પોતે આ ફિલ્મનો હિસ્સો ન હોવાની સ્પષ્ટતા કરી હતી. જોકે પછીથી તેણે પોતે જ આ ફિલ્મમાં કામ કરશે તેવી પણ સ્પષ્ટતા કરી હતી. જે બાબતને લોકોએ Publicity Stunt ગણાવી હતી. પરંતુ પછીથી Akshay Kumarએ સ્પષ્ટતા કરી હતી કે, આ કોઇ Publicity Stunt ન હતો, ખરેખર આ ફિલ્મ કાનૂની ઝપટમાં આવી હતી અને હવે તે સમસ્યા દૂર થઇ ગઇ છે. Paresh Rawal આ ફિલ્મનો હિસ્સો બની ગયો છે અને ફિલ્મ ટ્રેક પર ચડી ગઇ છે. હવે આ ફિલ્મને કોઇ સમસ્યા નથી.
આ સાથે જ કહ્યું કે, 'હું માનુંછે કે, ફિલ્મની ઘોષણા પછી થોડા ઉતાર-ચઢાવ આવ્યા હતા પરંતુ હવે બધું પાર પડી ગયું છે અને અમે બધા જ સાથે છીએ. અમે સત્તાવાર રીતે જ Hera pheri 3ને લઇને એક ઘોષણા કરવાના છીએ. મે મહિનામાં Paresh Rawalએ ઘોષણા કરી હતી કે, તે Hera pheri 3ની ફ્રેન્ચાઇજીનો હિસ્સો નથી. Paresh Rawalની આ સ્પષ્ટતા પછી Hera pheri ફિલ્મના પ્રશંસકો અપસેટ થઇ ગયા હતા. Akshay, Sunil Shetty અને Paresh Rawal વગર Hera pheri 3 શક્ય ન હોવાનું તેમણે દ્રઢ રીતે માનું લીધું હતું.

