મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

52 વર્ષની ઉંમરે મહિમા ચૌધરીએ દુલ્હન જેવો શણગાર કર્યો, આ અભિનેતા સાથેની તસવીરો-વીડિયો વાયરલ

હાલ મહિમા ચૌધરીનું નામ ચર્ચામાં છે, કારણ કે તે

52 વર્ષની ઉંમરે મહિમા ચૌધરીએ દુલ્હન જેવો શણગાર કર્યો, આ અભિનેતા સાથેની તસવીરો-વીડિયો વાયરલ

હાલ મહિમા ચૌધરીનું નામ ચર્ચામાં છે, કારણ કે તેના એક વીડિયોએ સૌને વિચારતા કર્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ છે, જેમાં 52 વર્ષની મહિમા દુલ્હનો શણગાર કરીને દિગ્ગજ અભિનેતા સંજય મિશ્રા સાથે જોવા મળી છે. આ વીડિયોમાં બીજું એક કપલ પણ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં, મહિમા ચૌધરી અને સંજય મિશ્રા એકબીજા સાથે પ્રેમથી વાત કરતા જોવા મળી રહ્યા છે. તેમને અચાનક લગ્નના પોશાકમાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેમ મહિમા ચૌધરી દુલ્હન બની?

મહિમા ચૌધરીનો આ વીડિયો સંજય મિશ્રા સાથેની તેની આગામી ફિલ્મ "દુર્લભ પ્રસાદકી દૂસરી શાદી"નો છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન, મહિમા ચૌધરી દુલ્હનના લુકમાં જોવા મળી હતી, જ્યારે સંજય મિશ્રા વરરાજા બન્યા હતા. આ પ્રમોશનના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં સંજય અને મહિમા પાપારાઝી માટે સાથે પોઝ આપી રહ્યા છે. 

"દુર્લભ પ્રસાદકી દૂસરી શાદી"

અભિનેત્રી મહિમા ચૌધરીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ "દુર્લભ પ્રસાદકી દૂસરી શાદી"નું મોશન પોસ્ટર શેર કર્યું છે. તેમાં સંજય મિશ્રા અને મહિમા ચૌધરીના લુક્સ જોવા મળે છે, અને તેમના પાત્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં 50 વર્ષીય પુરુષના બીજા લગ્નનું પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વ્યોમ અને પલક લાલવાણી પણ જોવા મળશે.

આ સમાચાર શેર કરો