મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડ: ક્રિતીએ તારીખના કારણે ફિલ્મ છોડી દીધી, અને યામી ગૌતમને મળી ગઈ આ ફિલ્મ

બોલિવૂડમાંથી અવારનવાર એવા કિસ્સા સામે આવતા હોય છે, જેમાં કલાકારોએ છોડેલી ફિલ્મ અન્ય કલાકા

બોલિવૂડ: ક્રિતીએ તારીખના કારણે ફિલ્મ છોડી દીધી, અને યામી ગૌતમને મળી ગઈ આ ફિલ્મ

બોલિવૂડમાંથી અવારનવાર એવા કિસ્સા સામે આવતા હોય છે, જેમાં કલાકારોએ છોડેલી ફિલ્મ અન્ય કલાકારો માટે જેકપોટ સાબિત થાય છે. હવે વધુ એક કલાકારે ફિલ્મ છોડી દીધી છે. મળતી માહિતી મુજબ ક્રિતી સેનને આનંદ એલ રાયની હોરર કોમેડી ફિલ્મ 'નઈ નવેલી' છોડી દીધી છે. હવે તેની જગ્યાએ યામી ગૌતમ આ ફિલ્મની મુખ્ય હિરોઈનના રોલમાં જોવા મળશે.

હજી કોઈ સત્તાવારા જાહેરાત થઈ નથી

ફિલ્મના ડાયરેક્ટર તથા અન્ય કલાકારો વિશે હજુ જાહેરાત કરવામાં આવી નથી. હાલ આ ફિલ્મ પ્રિ- પ્રોડક્શનના તબક્કે હોવાનું સામે આવ્યું છે અને તેનું શૂટિંગ આગામી ડિસેમ્બરથી શરુ થઈ શકે છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા હતી કે આનંદ એલ રાય તેમની હાલની ફેવરિટ હિરોઈન ક્રિતી સેનન સાથે 'નઈ નવેલી'માં ફરી કામ કરવાના છે.

ક્રિતીએ આનંદ એલ રાયની 'તેેરે ઈશ્ક મેં' કામ કર્યું

ક્રિતી સેનન આનંદ એલ રાયની 'તેેરે ઈશ્ક મેં' પણ કામ કરી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. શરુઆતમાં એવી ચર્ચા પણ હતી કે 'નઈ નવેલી' ફિલ્મમાં ક્રિતી મુખ્ય ભૂમિકામાં હશે અને તેની સાથે યામી ગૌતમ સ્ક્રીન શેર કરવાની છે. 

જોકે, હવે એક દાવા અનુસાર ક્રિતીએ તારીખોના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. તેથી, ફિલ્મમાં હવે માત્ર યામી ગૌતમ જ મુખ્ય હિરોઈન તરીકે રહેશે. ક્રિતી સેનનની 'તેરે ઈશ્ક મેં' ટૂંક સમયમાં રીલિઝ થશે અને હાલ તે 'કોકટેલ ટુ'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તો યામીની 'હક' રિલીઝ થવા માટે તૈયાર છે. ઈમરાન હાશમી સાથેની તેની આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટરોમાં જોવા મળશે.

આ સમાચાર શેર કરો