મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અભિનેતા પંકજ ત્રિપાઠીના પરિવારમાં શોક, માતા હેમવતી દેવીનું 89 વર્ષની વયે નિધન

દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીના પરિવારમાં હાલ શોકનો માહોલ છે. તેમની માત

અભિનેતા પંકજ ત્રિપાઠીના પરિવારમાં શોક, માતા હેમવતી દેવીનું 89 વર્ષની વયે નિધન

દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીના પરિવારમાં હાલ શોકનો માહોલ છે. તેમની માતા શ્રીમતી હેમવતી દેવીનું શનિવારે 1 નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેમણે બિહારના ગોપાલગંજના બેલસંદ ખાતેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 89 વર્ષીય હેમવતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પંકજ તેમના અંતિમ સમય દરમિયાન તેમની માતા સાથે જ હતા.

પરિવારનું નિવેદન

ત્રિપાઠી પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ખૂબ જ દુઃખ સાથે જણાવવામાં આવે છે કે, શ્રીમતી હેમવતી દેવીનું નિધન થયું છે. 89 વર્ષીય હેમવતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમણે તેમના પરિવાર સાથે નિદ્રામાં અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સમય દરમિયાન પંકજ ત્રિપાઠી તેમની સાથે હતા. પરિવારે આ દુઃખના સમયને ગુપ્ત રાખવાની અપીલ કરી હતી કે, દરેક શ્રીમતી હેમવતી દેવીને તેમની પ્રાર્થનામાં યાદ કરે. 

અંતિમ સંસ્કાર

મળતી માહિતી પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર શનિવારે બેલસંદમાં કરવામાં આવ્યા હતા, જેમાં પરિવાર, સંબંધીઓ અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. પરિવારે દરેકને વિનંતી કરી છે કે આ  દુ:ખના સમયમાં તેમની ગોપનીયતાનો આદર કરો અને તેમને શાંતિથી શોક મનાવવા અપીલ કરી છે. 

પંકજ ત્રિપાઠીના જીવન પર તેમની માતા હેમવતી દેવીનો ઊંડો પ્રભાવ હતો. પંકજે હંમેશા કહ્યું છે કે, તેમની માતાએ જ તેમનામાં શિસ્ત, નમ્રતા અને કરુણાના મૂલ્યો સિંચ્યા હતા. ગોપાલગંજના ખેડૂત પરિવારમાંથી આવતા, પંકજ ત્રિપાઠી ઘણીવાર તેમના ગામ, તેમના માતાપિતા અને તેમના સરળ બાળપણ વિશે વાત કરતા રહે છે.

આ સમાચાર શેર કરો