મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રિલીઝના 3 દિવસ પહેલા વિવાદમાં ફસાઈ ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ 'હક', શાહ બાનોની દીકરીએ મોકલી કાનૂની નોટિસ

ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની આગામી ફિલ્મ &lsqu

રિલીઝના 3 દિવસ પહેલા વિવાદમાં ફસાઈ ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ 'હક',  શાહ બાનોની દીકરીએ મોકલી કાનૂની નોટિસ

ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘હક’ રિલીઝ થાય તે પહેલાં જ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. શાહ બાનોની દીકરી સિદ્દીકા બેગમે નિર્માતાઓને ફિલ્મના પ્રચાર અને રિલીઝ પર તુરંત રોક લગાવવા માટે એક કાનૂની નોટિસ મોકલી છે. આ ફિલ્મ શાહ બાનોના કેસ પર આધારિત છે.

નોટિસમાં શું છે?

નોટિસ અનુસાર સિદ્દીકા બેગમે આરોપ લગાવ્યો છે કે દિવંગત શાહ બાનો બેગમના ખાનગી જીવનને તેમના કાનૂની વારસદારોની પરવાનગી વિના દર્શાવવામાં આવી રહ્યું છે. કાનૂની નોટિસ નિર્દેશક સુપર્ણા વર્મા, નિર્માતા જંગલી પિક્ચર્સ અને બાવેજા સ્ટુડિયોઝ સાથે સીબીએફસીને મોકલવામાં આવી છે.

પ્રેમ કથાથી કાનૂની ચર્ચામાં ફેરવાતી ફિલ્મ  

મેકર્સના માનવા પ્રમાણે, ‘હક’ની શરૂઆત એક પ્રેમ કથાથી થાય છે, જે ધીરે-ધીરે પતિ-પત્નીના ખાનગી વિવાદથી આગળ વધીને એક મહત્વપૂર્ણ સામાજિક અને કાનૂની ચર્ચામાં બદલાઈ જાય છે. ફિલ્મમાં કોર્ટરૂમના દૃશ્યો સંવિધાનના અનુચ્છેદ 44 હેઠળ આવતી સમાન નાગરિક સંહિતા જેવા મોટા નીતિ વિષયો પર પ્રકાશ પાડે છે.  

જાણવા મળ્યું છે કે, શાહ બાનોનું 1992માં બ્રેઈન હેમરેજને કારણે અવસાન થયું હતું. તેથી તેમના પરિવારે તેમની તરફથી આ અરજી દાખલ કરી છે. હવે ‘હક’ ફિલ્મ વિવાદોમાં ફસાઈને રહી જશે, કે મેકર્સ વચ્ચેનો રસ્તો કાઢીને તેને 7 નવેમ્બરે જ રિલીઝ કરશે, આ જોવું તો રસપ્રદ રહેશે.

આ સમાચાર શેર કરો