મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Arbaaz Khan 57 વર્ષની ઉંમરે ફરી બનશે પિતા! ફિલ્મી કરિયર ફ્લોપ છતાં, આટલી છે તેની સંપત્તિ

ફિલ્મોમાં અભિનેતા તરીકે Arbaaz Khanની કારકિર્દી વધુ ખાસ નથી રહી, પરંતુ તે કરોડોની સંપત્તિનો માલિક

Arbaaz Khan 57 વર્ષની ઉંમરે ફરી બનશે પિતા! ફિલ્મી કરિયર ફ્લોપ છતાં, આટલી છે તેની સંપત્તિ

ફિલ્મોમાં અભિનેતા તરીકે Arbaaz Khanની કારકિર્દી વધુ ખાસ નથી રહી, પરંતુ તે કરોડોની સંપત્તિનો માલિક છે. અરબાઝ ખાને પોતાની ફિલ્મી કારકિર્દીમાં અમુક જ હિટ ફિલ્મો આપી છે. તેની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. તેમજ Salman khanનો ભાઈ Arbaaz પોતાના કામ કરતાં વધુ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. એવામાં હવે તે 57 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે.

મલાઇકાએ 2017માં લીધા હતા છૂટાછેડા

Arbaazએ એક્શન, કોમેડી અને રોમાન્સ જેવી ફિલ્મો દ્વારા લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી. જો કે, તેમનું અંગત જીવન પણ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યું છે. અરબાઝ અને મલાઇકા અરોરાનો પ્રેમ અને ત્યારબાદ તેમના છૂટાછેડા પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. એક સમય હતો જ્યારે આ જોડી બોલિવૂડની જાણીતી જોડીઓમાંથી એક ગણાતી હતી, પરંતુ મલાઇકાએ 2017માં Arbaazથી છૂટાછેડા લીધા.

મલાઈકા બાદ જ્યોર્જિયા સાથે સંબંધ

Arbaazથી છૂટાછેડા લીધાના થોડા સમય બાદ મલાઈકાએ અર્જુન કપૂર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. ત્યાં જ બીજી તરફ, Arbaazના જીવનમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીની એન્ટ્રી થઈ. બંને દરેક જગ્યાએ સાથે જોવા મળતા અને જ્યોર્જિયા ખાન પરિવારના ફંક્શનમાં પણ જોવા મળતી હતી. આમ દરેક જગ્યાએ સાથે દેખાતા ચર્ચા ચાલી હતી કે બંને લગ્ન કરી લેશે, પરંતુ પછી અચાનક બંને વચ્ચે અંતર વધી ગયું.

Shura Khan સાથે કર્યા લગ્ન

Arbaazએ જ્યોર્જિયાથી અલગ થયા બાદ Shura Khan સાથે લગ્ન કરી લીધા. Arbaazના આ બીજા લગ્નએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. Shura એક મેકઅપ આર્ટિસ્ટ છે. આ બંનેની મુલાકાત એક ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યાંથી જ તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. ગયા વર્ષે Arbaazએ ગુપચુપ રીતે Shura સાથે લગ્ન કર્યા અને હવે તે ટૂંક સમયમાં ફરીથી પિતા બનવાનો છે. 57 વર્ષની ઉંમરે ફરીથી પિતા બનવાને કારણે Arbaaz હાલ ખૂબ ચર્ચામાં છે.

500 કરોડની છે તેની નેટ વર્થ

Arbaazની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો, તેના ભાગે હિટ ફિલ્મો ઓછી અને ફ્લોપ ફિલ્મો વધુ આવી છે. તેમ છતાં, નેટ વર્થના મામલે Arbaaz કોઈ મોટા અભિનેતાથી પાછળ નથી. એક અહેવાલ મુજબ, Arbaaz Khanની કુલ સંપત્તિ લગભગ 500 કરોડ રૂપિયા છે. સલમાનનો ભાઈ એક ફિલ્મ માટે 10-15 કરોડ રૂપિયા ફી લે છે. જાહેરાતો માટે પણ Arbaaz સારી એવી ફી લે છે.

આ સમાચાર શેર કરો