ભારે વિલંબ બાદ આખરે 'ઉડતા તીર'ની રિલીઝ ડેટ ફાઈનલ! આયુષમાન ખુરાના અને સારા અલી ખાન મચાવશે ધૂમ
આયુષમાન ખુરાના તથા સારા અલી ખાનની 'ઉડતા તીર' ફિલ્મ ભારે વિલંબ બાદ હવે આગામી સપ્ટેમ્

આયુષમાન ખુરાના તથા સારા અલી ખાનની 'ઉડતા તીર' ફિલ્મ ભારે વિલંબ બાદ હવે આગામી સપ્ટેમ્બરમાં રીલિઝ થશે. કરણ જોહર દ્વારા બનાવાયેલી આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪માં શરુ થઈ ગયું હતું અને ગયાં વર્ષે તે રીલિઝ થઈ જવાની હતી. જોકે, વચ્ચે થોડા સમય માટે તેનું શૂટિંગ અટકી ગયું હતું. છેલ્લે છેલ્લે એક ગીતનું શૂટિંગ જ બાકી રહ્યું હતું પરંતુ દિલ્હીનું શિડયૂૂલ અચાનક રદ થતાં છેવટે મુંબઈમાં જ શૂટિંગ પૂરું કરવું પડયું હતું. સ્પાય કોમેડી જોનરની આ ફિલ્મનું દિગ્દર્શન આકાશ એ કૌશિકે કર્યું છે.

